ભાડુઆત યુવતીના બાથરૂમમાં સ્પાય કેમેરા ગોઠવ્યા, મકાન માલિકની ધરપકડ

Webdunia
શુક્રવાર, 30 માર્ચ 2018 (12:31 IST)
ચાંદખેડામાં પી.જી.માં રહેતી એક યુવતીના બાથરૃમમાં સ્પાય કેમેરો ગોઠવી રેકોર્ડિંગ કરવાની કોશિષ કરનારા મકાન માલિકની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે. જોકે બાદમાં આરોપીનો જામીન પર છુટકારો થયો હતો. આ બનાવની વિગત મુજબ ચાંદખેડાના મોટેરામાં મૈત્રી એપાર્ટમેન્ટમાં રહેતા રમેશ નરસિંહભાઈ ગોસાઈ (૫૬)ના મોટેરા સ્થિત અશોકા વિહારના ફ્લેટમાં એક ૨૫ વર્ષની યુવતી ૧૫ દિવસથી પી.જી. તરીકે રહેતી હતી. ફ્લેટના બાથરૃમમાં પાણી લીકેજ હોવાથી યુવતીએ મકાન માલિકને આ અંગે વાત કરી હતી. રમેશભાઈએ બે ત્રણ દિવસમાં રિપેરિંગ કરાવી દેશે, એમ કહ્યું હતું.

બીજીતરફ લીકેજને કારણે તકલીફ પડતી હોવાથી યુવતીએ જાતે જ ૨૮ માર્ચનાં રોજ પ્લંબરને બોલાવ્યો હતો. બાથરૃમમાં પાણીની પાઈપ સાથે કોઈ વસ્તુ નજરે ચડતા તેણે યુવતીને જાણ કરી હતી. યુવતીએ આ વસ્તું જોતા પાઈપ સાથે લગાવેલા મેગ્નેટ ઊપર સ્પાય કેમેરો લગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આથી તે તાત્કાલિક સ્પાય કેમેરો લઈને ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી અને ફરિયાદ નોંધાવી હતી. ચાંદખેડા પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ.એ.સી.પટેલના જણાવ્યા મુજબ આ કેસમાં અમે મકાન માલિક રમેશ ગોસાઈની ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેનો જામીન પર છુટકારો થયો હતો.

ગોસાઈ સાબરમતીમાં ટોરન્ટ પાવર કંપનીમાં એન્જીનીયર તરીકે કામ કરે છે. જ્યારે યુવતી ન્યુ સી.જી.રોડ પર આવેલી એક સ્કૂલમાં ટીચર તરીકે કામ કરે છે. આરોપીએ સ્પાય કેમેરો ક્યારે લગાવ્યો તેના મારફતે રેકોર્ડિંગ કર્યું છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. તે સિવાય તેણે તેના ભાડે આપેલા અન્ય ફ્લેટમાં આવી હરકત કરી છે કે કેમ તની પણ અમે તપાસ કરી રહીયા છીએ. તે સિવાય યુવતીને તથા અન્યોને ભાડે આપેલા ફ્લેટની પોલીસમાં નોંધણી કરાવી છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. 

સંબંધિત સમાચાર

Next Article