.
દિલ્હી હાઈકોર્ટે આપ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવનારી યાદી અધિસૂચનાને કાયદાની નજરમાં ખોટો બતાવ્યો ને તેની અરજી પાછી નિર્વાચન આયોગ પાસે મોકલી જે તેના પર નવેસરથી સુનાવણી કરશે. હાઈકોર્ટે કહ્યુ કે પ્રાકૃતિક ન્યાયનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ અને આપ્ધારાસભોને અયોગ્ય કરાર આપતા પહેલા તેમને મૌખિક રૂપે સાંભળ્યા નહી. કોર્ટના નિર્ણય પછી આપ ધારાસભ્ય અલકા લાંબાએ કહ્યુ કે અમે ધારાસભ્ય તરીકે કાયમ રહીશુ. દિલ્હી સરકારને પાડવાનુ ષડયંત્ર નિષ્ફળ ગયુ
પીઠના નિર્ણય સંભળાવવાના સમયે મોટી સંખ્યામાં ધારાસભ્ય ન્યાયાલયમાં હાજર હતા અને નિર્ણય સાંભળતા જ ખુશીથી ઝૂમી ઉઠ્યા. ચૂંટણી પંચ દ્વારા ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા પછી તેમણે દિલ્હી ન્યાયાલયમાં અપીલ કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટે ચૂંટણી પંચને કહ્યુ હતુ કે આ મામલે નિર્ણય આવતા સુધી પેટાચૂંટણી કરાવવાની જાહેરાત નહી કરવામાં આવે.
શુ છે મામલો
ચૂંટણી પંચે આ વર્ષે 19 જાન્યુઆરીના રોજ સંસદીય સચિવના લાભનુ પદ માનતા રાષ્ટ્રપતિને આપના 20 ધારાસભ્યોની સભ્યતા રદ્દ કરવાની ભલામણ કરી હતી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચૂંટણી પંચની ભલામણ મંજૂર કરતા ધારાસભ્યની સભ્યતા રદ્દ કરી દીધી હતી. દિલ્હી વિધાનસભાના ફેબ્રુઆરી 2015માં થયેલ ચૂંટણીમાં આપને 70માંથી 67 સીટ મળી હતી. અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી બન્યા પછી 21 ધારાસભ્યોને મંત્રીઓના સંસદીય સચિવ નિયુક્ત કર્યા હતા. પ્રશાંત પટેલ નામના વકીલે ધારાસભ્યને સંસદીય સચિવ નિમણૂક કરવાના વિરોધમાં ફરીયાદ કરી હતી. એક ધારાસભ્ય જરનૈલ સિંહે પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવા માટે દિલ્હી વિધાનસભા પદ પરથી રાજીનામુ આપ્યુ હતુ.