ટાટા કંપનીએ કરારનો ભંગ કર્યો, 2.50 લાખની સામે નેનો કાર માત્ર 3,000 બની,
શુક્રવાર, 23 માર્ચ 2018 (13:32 IST)
ગુજરાત સરકારે ટાટા કંપનીને સાણંદ પાસે 11,000 હેકટર જમીન સાથે રૂ.37,000 કરોડની રાહતનુ પેકેજ 1 જાન્યુઆરી 2009માં આપીને પશ્ચિમ બંગાળના સીંગુરથી ભારતની સૌથી સસ્તી રૂ. 1,00,000ની કીંમતની ટાટા નેનો કર બનાવવા માટે ફેકટરી એક SMSથી લાવવામાં આવી હતી. જેમાં થયેલા કરારમાં એક શરત નં12 હતી કે વર્ષે 2,25,000 - અઢી લાખ કારનું ઉત્પાદન કરવું જ જોઈશે. પરંતુ આ વર્ષે 2017માં માત્ર 3,120 નેનો કાર જ બની છે તે પણ પુનાની ફેક્ટરીમાંથી કેટલાક ભાગો લાવીને એસેમ્બલ કરી છે.
2016માં 11,323 કાર બની હતી. 9 વર્ષમાં પણ 2.50 લાખ કાર બની હશે કે કેટલી બની તે ટાટા કંપનીએ જાહેર કરવું જોઈએ. તેની સામે અહીં આવેલી અમેરિકાની ફોર્ડ કંપનીએ 2017માં 3,00,000 કારનું ઉત્પાદન કર્યુ છે. જેને સરકારે કોઈ રાહતો આપી નથી. આમ ટાટાને સરકારે નાણાંની સહાય કરી છે તેમાંથી ગુજરાતના દરેક કુટુંબને એક ફોર્ડ કાર મફતમાં આપી શકાઈ હોત. આ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં પૂછેલા પ્રશ્નનો ભાજપ સરકાર થોડો ઉત્તર આપ્યો હતો. આમ ભાજપ સરકારે પ્રસિદ્ધ મેળવવા માટે રાજકારણ રમ્યું હતું તે ગુજરાતના લોકો માટે ભારે પડ્યું છે. ટાટાએ કરાર ભંગ કર્યો હોવા છતાં તેમની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.