બિહાર - ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ, 5ના મોત 20 ઘાયલ, અનેક ઘર ધ્વસ્ત

શુક્રવાર, 23 માર્ચ 2018 (10:25 IST)
બિહારના નાલંદા જીલ્લામાં ગેરકાયદેસર રીતે સંચાલિત ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થઈ ગયો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસના ઘર પણ ધ્વસ્ત થઈ ગયા. ઘટનામાં પાંચ લોકોના મોત થઈ ગયા અને અનેક લોકો દઝાઈ ગયા. કેટલાક લોકોના હજુ પણ કાટમાળમાં દબાયાની સૂચના છે. ઘટનાસ્થળ પર પોલીસ અને પ્રશાસનની ટીમ પહોંચી ગઈ છે. રાહત અને બહાવ કાર્ય ચાલુ છે. 
 
માહિતી મુજબ નાલંદ જીલ્લાના સોહસરાય પોલીસ સ્ટેશન ક્ષેત્ર ખાસગંજ મોહલ્લામાં અનેક વર્ષોથી ગેરકાયદેસર રીતે ફટાકડાનુ નિર્માણ થઈ રહ્યુ હતુ. પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ ગુરૂવારની રાત્રે લગભગ 10.15 વાગ્યે મો. રાજાના ઘરમાં બોમ્બ વિસ્ફ્ટ થયો. બોમ્બ આટલો શક્તિશાળી હતો કે આસપાસના ત્રણ મકાન ધ્વસ્ત થઈ ગયા. 
 
લોકોએ જણવ્યુ કે મો. રજા ઘરમાં બોમ્બ બનાવતો હતો. બોમ્બ બાંધવના ક્રમમાં એક બોમ્બ ફુટી ગયો. તેના ફુટતા જ ઘરમાં મુકેલા અન્ય બોમ્બ પણ એક પછી એક ફૂટવા લાગ્યા. તેનાથી તેમના ઘરમાં જ નહી પણ આસપાસના ત્રણ મકાનમાં પણ આગ લાગી ગઈ.  દુર્ઘટનામાં 5 લોકોના મોત થઈ ગયા અને 18 લોકો ઘાયલ થઈ ગયા. તેમાથી ચારની હાલત હજુ નાજુક છે.  જેમને પટના મેડિકલમાં દાખલ કરાયા છે.  સરકાર તરફથી બધા ઘાયલોની સારવાર પર નજર રાખવામાં આવી રહી છે અને બધી સગવડ આપવામાં આવી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર