Video - ભરૂચ નેશનલ હાઇવે વરસાદને પગલે 18થી 20 કિલોમીટર ટ્રાફિકજામ

Webdunia
બુધવાર, 26 જુલાઈ 2023 (08:58 IST)
Bharuch National Highway, 18 to 20 km traffic jam
ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે વરસાદને પગલે ધોવાતા ભરૂચથી ખરોડ ચોકડી સુધી એક તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો. નેશનલ હાઈવે નં.48 પર 18 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થતાં વાહનોની કતારો લાગી છે. વડોદરાથી સુરત જતી લેનમાં ભરૂચના સરદાર બ્રિજથી ખરોડ ચોકડી સુધી ચક્કાજામ જોવા મળી રહ્યો છે.  

<

#gujrat - भरूच नेशनल हाईवे पर वाहनों की लंबी कतार #Bharuch #nationlhaiwye pic.twitter.com/icrjZzSopu

— Prashant Tripathi (@prashantncrrepo) July 25, 2023 >
 
ચોમાસું શરુ થતાં જ વિવિધ માર્ગોનું ધોવાણ થવાને પગલે રોડ બિસ્માર બની જાય છે. હાઇવે પર રવિવાર રાતથી સર્જાયેલી સ્થિતિને લઈ હજારો વાહન ચાલકો કલાકો ફસાઈ ગયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ ખાબકતાં જ ભરૂચ જિલ્લામાંથી પસાર થતો હાઈવે અને બ્રીજ ઉપર ખાડો પડવાનું શરુ થઇ ગયું છે. બીજી તરફ ખરોડ ચોકડી ઉપર બની રહેલા ઓવર બ્રિજનો સર્વિસ રોડ વરસાદને કારણે ધોવાતા મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય વધતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહ્યી છે.
 
સોમવારે મોડી રાતથી અંકલેશ્વરની ખરોડ ચોકડી પર ખાડાઓને પગલે ભરૂચથી ખરોડ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના પગલે ભરૂચથી સુરત તરફના ટ્રેક ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહન ચાલકો 18 કિલોમીટર સુધીના ટ્રાફિક જામમાં ફસાતા ભારે‌ હેરાન પરેશાન બન્યા હતા. હાઇવે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય વધતાં જ એક વાર ફરી ટ્રાફિકે હાઇવેને બાનમાં લીધો હતો. નવો સરદાર બ્રિજ પસાર કરી અંકલેશ્વર અને સુરત તરફ જવામાં હજારો વાહનચાલકોના કલાકો બગડવા સાથે ઇંધણનો પણ ધુમાડો થયો હતો.. હાઇવે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય વધતા જ એક વાર ફરી ટ્રાફિકે હાઇવેને બાનમાં લીધો હતો. નવો સરદાર બ્રિજ પસાર કરી અંકલેશ્વર અને સુરત તરફ જવામાં હજારો વાહનચાલકોના કલાકો બગડવા સાથે ઇંધણનો પણ ધુમાડો થયો હતો.

સંબંધિત સમાચાર

Next Article