નર્મદા ડેમ 90 ટકા ભરાયો, ઓવરફ્લોથી માત્ર 3 મીટર દૂર, નદી કાંઠાના ગામોને એલર્ટ

Webdunia
સોમવાર, 12 ઑગસ્ટ 2024 (12:12 IST)
narmada dam


ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમ 90 ટકા ભરાતા વિવિધ ગામોને એલર્ટ કરાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. જેમાં સીઝનમાં પ્રથમ વાર સપાટી 135.65 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 2,13,900 ક્યૂસેક પાણીની આવક થઇ છે. તેમજ 3828.60 મિલિયન ક્યૂબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે.ઉપરવાસમાંથી 2,13,900 ક્યૂસેક પાણીની આવક થઇ છે.

તેમજ 3828.60 મિલિયન ક્યૂબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે. જેમાં નર્મદા ડેમ 90 ટકા ભરાયો છે. ત્યારે ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3 મીટર દૂર છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમના 9 દરવાજા ખુલ્લા કરાયા છે. ડેમમાંથી કુલ 1,52,294 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા વધારો થયો છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 43,861 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. તેમજ કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,433 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 9 ગેટ દ્વારા 90,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.

નર્મદા ડેમ માંથી કુલ 1,52,294 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે મહત્તમ સપાટીથી નર્મદા ડેમ હવે માત્ર 3 મીટર દૂર છે.નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ડભોઈના ચાંદોદ, કરનાળી, નંદિરેયા ગામ અને શિનોરના અંબાલી, બરકાલ, દિવેર ગામ તથા શિનોરના માલસર, દરિયાપુરા, મોલેથા ગામને એલર્ટ કરાયા છે. શિનોરના ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશઆળ ગામ તથા કરજણના પુરા, આલમપુરા, કરજણના રાજલી, લીલાઈપુરા, નાનીકોરલ ગામ એલર્ટ પર છે. તેમજ કરજણના મોટી કરોલ, જુના સાયર, સાગરોલ તથા ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામ પણ એલર્ટ પર છે .

સંબંધિત સમાચાર

Next Article