મુસ્લિમો રાષ્ટ્રગીત ન ગાઈ શકે કે તિરંગા ને સલામી ન કરી શકે, આવું કહેનારા મૌલવીના વિરોધમાં ૩ મુસ્લિમ યુવકોએ પીધું ઝેર

Webdunia
શનિવાર, 12 ઑગસ્ટ 2023 (10:48 IST)
muslim youths consume
પોરબંદરની નગીના મસ્જીદના મૌલવી વાસીફ રઝાએ થોડા દિવસ પહેલા સોશ્યલ મીડીયામાં 2 ઓડીયો વાયરલ કર્યા હતા જેમાના એક ઓડીયોમાં વાસીફ રઝાએ જણાવ્યું હતું કે મુસ્લીમ લોકોએ રાષ્ટ્રગાન ન ગાવું જોઇએ તેમજ બીજા ઓડીયોમાં મુસ્લીમોએ તીરંગાને સલામી ન આપવી જોઇએ તેમ જણાવ્યું હતું.
આ  બાબતે મુસ્લીમ સમાજના 3 યુવાનો મૌલવી પાસે પહોંચ્યા હતા અને રાષ્ટ્રધ્વજ તથા રાષ્ટ્રગાનના વિરોધની વાત અમારા ગળે ઉતરતી નથી તેવું કહેતા મૌલવી અને તેના મળતીયાઓ ઉશ્કેરાઇ ગયા હતા અને આ 3 યુવાનોને બહાર મુસ્લીમ ધર્મમાંથી બહાર કાઢી મુકશું તેમ કહી ધમકીઓ આપી, ગાળો કાઢીને માર માર્યો હતો અને આ ત્રાસથી આ ત્રણેય યુવાનોએ ગઇકાલે ફીનાઇલ પી લઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો
 
આ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના લકડી બંદર પાસે રહેતા અને મજૂરી કામ કરતા શકીલ યુનુસ કાદરી (ઉ.વ.25), હારુન સિપાહી (ઉ.વ.31) અને સોહિલ પરમાર (ઉ.વ.26)એ મોડી રાત્રીના લકડી બંદર પર સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરી ત્રણેય મિત્રોએ એકસાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. 
 
પોરબંદરની નગીના મસ્જીદના મૌલવી સામે મુસ્લીમ સમાજના 3 યુવાનોએ મૌલવી રાષ્ટ્રવિરોધી નિવેદનો આપતા હોય તેવી રજૂઆત કરતા તેના જવાબમાં નગીના મસ્જીદના ટ્રસ્ટી અને આ યુવાનોએ જેમના પર આક્ષેપ કર્યો છે, તો બીજી બાજુ આના જવાબમાં નગીના મસ્જીદના ટ્રસ્ટી અને આ યુવાનોએ જેમના પર આક્ષેપ કર્યો છે તેવા યુસુફ પુંજાણી તથા દારૂલ ઉલુમ ગૌષે આઝમના હોદેદાર શબ્બીર હામદાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે મૌલવી વિરુદ્ધ નિવેદન આપનાર આ મુસ્લીમ સમાજના યુવાનો અગાઉ અનેક ગુનાહીત પ્રવૃતિઓમાં સંડોવાયેલા છે. મૌલવી અને મુસ્લીમ આગેવાનો સામે તેમણે ખોટી રીતે ધાર્મિક બાબતો અંગે અનેક વખત વિરોધ કરી ધાર્મિક લાગણી દુભાઇ તેવા કાર્યો કર્યા હોવાથી મનદુ:ખ સર્જાયું હતું અને જે મનદુ:ખને લઇને આ ત્રણેય યુવાનો દ્વારા બીન પાયેદાર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આવો કોઇ ઓડીયો અમારી સંસ્થાઓમાં કયારેય રેકોર્ડ થયો નથી કે અમારી સંસ્થાઓમાં કોઇ આવું બોલ્યું પણ નથી જોકે અમે હજુ સુધી આ ઓડીયો સાંભળ્યો નથી તેવું જણાવ્યું હતું. જોકે આ બાબતે જેમનો આ ઓડીયો હોવા અંગેનો આક્ષેપ થઇ રહ્યો છે તે મૌલવી વાસીફ રઝાનો સંપર્ક થઇ શકયો નથી

સંબંધિત સમાચાર

Next Article