લીંબડી: ATMમાં 25લાખની ચોરીના CCTV

Webdunia
બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (15:48 IST)
25 lakh theft in ATM

લીંબડી શહેરમાં મધરાત્રે ત્રણ વાગ્યે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ATMમાંથી 25 લાખ રૂપિયાની ચોરી થતા દોડધામ મચી છે. રાત્રિના 3 વાગ્યાના અરસામાં આવેલા ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયારોથી એટીએમ તોડી કેશની પેટી ઉઠાવી ગયા હતા. ચોરીની ઘટના CCTVમાં કેદ ન થાય તે માટે ATM સેન્ટરના કેમેરા પર કલર સ્પ્રે મારી દીધો હતો.

લીંબડીના ATMમાંથી કેશ ભરેલી જે પેટીની ચોરી થઈ હતી તે બગોદરા નજીક મીઠાપુર ગામની સીમમાંથી મળી આવી હતી. ખાલી પેટીની બાજુમાં ગેસ કટર પણ મળી આવ્યું હતું. જે એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ તે સિક્યુરિટી ગાર્ડ વગર જ ચાલતું હતું. પોલીસે હાલ નાકાબંધી કરી નંબર વગરની ઈકો કારમાં ફરાર થઈ ગયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના લીંબડી બસ સ્ટેન્ડ રોડ પર આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં સોમવારે રાત્રે 3 વાગ્યાના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. નંબર પ્લેટ વગરની ઈકો કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ સૌ પ્રથમ ATM સેન્ટરના સીસીટીવ પર કલર સ્પ્રે મારી દીધો હતો જેથી ચોરીની ગતિવિધિ સીસીટીવીમાં કેદ ન થાય. ત્યારબાદ હથિયારની મદદથી ATMનું જે કેશ બોક્સ હોય તે તોડી નાખ્યું હતું અને આખું બોક્સ જ ઈકો કારમાં ઉઠાવી ફરાર થઈ ગયા હતા.લીંબડીમાં SBIના એટીએમમાંથી તસ્કરો જે કેશ બોક્સ ઉઠાવી ગયા હતા તેમાં 25,38,500 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ એટીએમમાં 17 તારીખે જ રૂપિયા નાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article