Weather Updates- ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ઠૂંઠવી નાંખે તેવી ઠંડીની આગાહી

બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (08:25 IST)
Weather news - થોડા દિવસ સુધી સ્વચ્છ અને શુષ્ક હવામાન રહ્યા બાદ હવે ફરી એક વાર ભારતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જેમાં સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે.
 
ભારતીય હવામાન વિભાગે આ અઠવાડિયે ઉત્તર, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં કેટલાંક સ્થળોએ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. લોકો ફરી ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કરી શકશે. 
 
હવામાન વિભાગે આ બદલાવ માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણભૂત ગણાવ્યું છે. અમદાવાદમાં 20.04 જ્યારે ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 
 
પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ગુરુવારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.જ્યારે પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહાર બુધવાર અને ગુરુવારે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.જોકે, આ નવી સિસ્ટમની ગુજરાત સહિતના પશ્ચિમ ભારતનાં રાજ્યો પર અસર થવાની સંભાવના હજુ સુધી દેખાઈ રહી નથી.
 
ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં ઠૂંઠવી નાંખે તેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ઠંડીની સીઝનમાં મહત્તમ 14 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે. તેમજ રાત્રી તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર