ગુજરાતનું હવામાન એકાએક બદલાશે, બેવડી ઋતુનો અનુભવ

શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2024 (12:57 IST)
Weather of Gujarat- હવામાન નિષ્ણાતોએ કરેલી આગાહી પ્રમાણે 19 થી 22 ફેબ્રુઆરીના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે. 
 
ગુજરાતમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે કેટલાક વિસ્તારમાંથી જાણે ઠંડીએ વિદાય લીધી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનોની દિશા બદલાવાને કારણે તે વિસ્તારોમાં લઘુત્તમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
 
ગુજરાતના અમુક વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યા હતા પરંતુ હવે વાતાવરણમાં પલટો આવી શકે છે અને વાતાવરણ વધુ સૂકું અને આકાશ વધુ સ્વચ્છ બનશે.આ સિવાય થોડા દિવસો પછી ઉત્તર ભારતમાં પણ હવામાન પલટાય અને બરફવર્ષા થાય તેવી સંભાવના છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર