ડીજીટલ ઈન્ડિયાની સફળ કહાણી, નેટવર્ક નહીં મળતાં શિક્ષકો હાજરી પુરવા પર્વત પર ચડે છે

Webdunia
ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (12:27 IST)
સરકાર એક તરફ ડીજીટલાઇઝેશનની વાતો કરી રહી છે. પરંતુ સાબરકાંઠા જિલ્લામાં એવો એક તાલુકો છે કે જ્યાં ડીઝીટલાઇઝેશનના યુગમાં મોબાઇલ‌ નેટવર્ક પકડવા ડુંગરો ચડવા પડે છે. અહીં શિક્ષકો તમામ કામકાજ પડતા મુકી દરરોજ સર કરી રહ્યા છે ડુંગરો, પરંતુ આખરે શા માટે શિક્ષકોએ દરરોજ ડુંગરાઓ ચઢવા પડે છે.
સાબરકાંઠાના અંતરિયાળા વિસ્તાર એવા પોશીના તાલુકાની 41થી વધુ શાળાના શિક્ષકોનો આ નિત્યક્રમ છે. શિક્ષકો દરરોજ બાળકો તથા પોતાની હાજરી પુરવા માટે શાળાથી 5 થી 10 કિમી દૂર જાય છે. અને ઉંચા ડુંગર સર કરીને ટોચ પર જઈને લેપટોપ કે મોબાઈલ વડે હાજરી પૂરે છે.
શાળાના શિક્ષકો માટે અહીં બાળકોને ભણાવવા કરતા ઓનલાઇન હાજરી પૂરવાનું કાર્ય વધુ મહત્વનું છે. કેમ કે જો હાજરી ન પૂરાઇ તો તાત્કાલિક નોટિસ મળે છે. પરંતુ નેટવર્કના અભાવે શિક્ષકોએ 5-10 કિમી દૂર ડુંગરો સર કરવા પડે છે.
જો ઇન્ટરનેટની સ્પીડ ઓછી હોય તો ડુંગર પર જ કલાકથી વધુનો સમય બગડે છે. આ ઉપરાંત કોઈ પણ તાત્કાલિક કામ હોય તો શિક્ષકો શાળા છુટ્યા બાદ પણ ડુંગર પર બેસીને કામગીરી કરે છે. આમ જે કામ શાળામાં કરવાનુ હોય તે નેટવર્કના અભાવે શાળા બહાર કે ઘરે જઈને પુરુ કરવું પડે છે. પરિણામે શિક્ષકોનો સમય અને બાળકોનું શિક્ષણ બંને બગડે છે. એક બાજુ સરકાર ડિઝિટલ ઈન્ડીયાની વાતો કરે છે પરંતુ અહીંની 41 શાળાઓ એવી છે કે જ્યાં ડિઝિટલ અને ઓનલાઈન શું છે

સંબંધિત સમાચાર

Next Article