રવિવારે ગ્રામ ચૂંટણી માટે યોજાયેલા મતદાન બાદ આજે મતગણતરી શરૂ થઇ ગઇ છે. આજે ગુજરાતની 8 હજાર 686 ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ જાહેર થતાં ગામનો સરપંચ કોણ બનશે તે નક્કી થઇ જશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 78.30 ટકા મતદાન થયું હતું. મત ગણતરીને લઈને તંત્રએ તમામ તૈયારી કરી લીધી છે.
ત્યારે ગુજરાતના 344 સ્થળોએ મત ગણતરી યોજવામાં આવી રહી છે. મતગણતરીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે. 19 હજાર 916 લોકોનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. મત ગણતરીને લઈને 14,291 પોલીસ સ્ટાફ સુરક્ષા માટે ખડેપગે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યની 1165 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરાઇ છે. આ ઉપરાંત 1165 સરપંચ અને 9613 સભ્યોને બિનહરીફ થયા છે. 473 સરપંચ અને 27479 સભ્યોને ય અંશત બિનહરીફ જાહેર કરી દેવાયા છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા જ ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક ઉમેદવારો દ્વારા જીતની ઉજવણીની પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઉમેદવારો દ્વારા ફટાકડા અને મીઠાઈની પહેલાથી જ વ્યવસ્થાઓ કરી લેવામા આવી છે.
12:14 PM, 21st Dec
- નખત્રાણાની ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી ધીમી ગતિએ ચાલતી હોવાથી ભારે ઉત્કંઠા. એક રાઉન્ડને 3 કલાક જેટલો સમય લાગતા રાત્રે 1 વાગ્યા સુધી ગણતરી ચાલવાની સંભાવના