રથયાત્રા દરમિયાન કડિયાનાકા પાસે મકાનની ગેલેરીનો સ્લેબ પડ્યો, એક યુવકનું સારવાર દરમિયાન મોત

Webdunia
મંગળવાર, 20 જૂન 2023 (18:16 IST)
આ ગંભીર ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ગંભીર બેદરકારી સામે આવી 
 
સ્થાનિકોએ કહ્યુંગેલેરીનો ભાગ તૂટતાં જ તાત્કાલિક AMCના અધિકારીઓ દોડતા થયા હતા અને લોકોની સામે જ નોટીસ લગાવી એક યુવકનું સારવાર દરમિયાન મોત 
 
અમદાવાદઃ શહેરમાં છેલ્લા એક મહિનાથી રથયાત્રાની તૈયારીઓ થઈ રહી હતી અને યાત્રાના રૂટ પર રહેલા જર્જરિત મકાનો અંગે અનેક વખત સવાલો ઉઠ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આજે રથયાત્રાના દરિયાપુરના કડિયાનાકાના રૂટ પર મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં 3 બાળક સહિત 8 લોકોને ઈજા પહોંચી હતી. તમામ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. 
 
બીજા માળની બાલ્કનીનો ભાગ લોકો પર પડ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે રથયાત્રા ચાલી રહી હતી તે દરમિયાન ટ્રકમાં બેઠેલા લોકો દર્શન કરવા ઉભેલા લોકોમાં પ્રસાદ નાખી રહ્યા હતા. જોકે, તેમને પણ પ્રસાદ આપવામાં આવ્યો હતો અને પ્રસાદ લેવા લોકો નીચે વળતા બાલ્કની તૂટી પડી હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે. આ ગંભીર ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ગંભીર બેદરકારી સામે આવી છે. 
 
કુલ 8 જેટલા લોકોને ઈજા થઈ
સ્થાનિક લોકોનું કહેવું છે કે, કડિયાનાકા પાસે આવેલા મકાનને કોઇપણ પ્રકારની નોટિસ AMCના એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવી ન હતી જ્યારે તૂટી પડવાની ઘટના બની ત્યારે તાત્કાલિક ધોરણે AMCના અધિકારીઓ દોડતા થયા હતા અને લોકોની સામે જ તેઓએ આ જાહેર નોટિસ લગાવી હતી. ડીસીપી ઝોન-4 કાનન દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘કડિયાનાકા પાસે એક જૂનુ મકાન હતું. તેની બીજા માળની બાલ્કનીનો ભાગ અચાનક નીચે પડ્યો હતો અને ત્યાં ઉભેલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કુલ 8 જેટલા માણસોને ઈજા થઈ છે. તમામને નાની-મોટી ઈજા થઈ છે અને કોઈ જાનહાનિ થઈ નથી. ઈજાગ્રસ્તને તુરંત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

સંબંધિત સમાચાર

Next Article