Ahmedabad Rathyatra Photo - અમદાવાદની રથયાત્રામાં G-20ની ભારતની પ્રેસિડેન્સીમાં મોદીની વિશ્વનેતાઓ સાથેની ઝાંખી

મંગળવાર, 20 જૂન 2023 (14:58 IST)
આજે અમદાવાદમાં ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા યોજાઈ રહી છે. 146મી રથયાત્રામાં ભગવાનની નગરચર્યા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કીર્તિમાનોનાં વખાણ કરાયાં છે. આજે યોજાઈ રહેલી રથયાત્રામાં નરેન્દ્ર મોદી અને વિશ્વના નેતાઓ સાથેની તસવીરો ટેબ્લોમાં રાખવામાં આવી છે. જેમાં મોદી છવાઈ ગયા છે. ત્યારે રથયાત્રામાં ભગવાન જગન્નાથના જય જયકાર સાથે મોદીનાં વખાણ પણ આ ટેબ્લોમાં દેખાઈ રહ્યાં છે.
hmedbad rath yatra

અમદાવાદની રથયાત્રા રંગેચંગે નીકળી છે. ત્યારે આજની આ રથયાત્રામાં વિવિધ ટેબ્લોએ ભાવિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. ખાસ કરીને G-20ના ટેબ્લોમાં મોદીને જે રીતે દર્શાવવામાં આવ્યા છે, તેને જોવા લોકો પડાપડી કરી રહ્યા છે.
rath yatra

આ ટેબ્લોમાં ભારતને વિશ્વ ગુરુ બનવા તરફની ઝાંખીનાં દર્શન થઈ રહ્યા છે. સાથોસાથ બાગેશ્વર બાબાના ટેબ્લોએ પણ ભાવિકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે.
rathyatra

ભારત આ વખતે G-20 રાષ્ટ્રોનું પ્રેસિડેન્સીના સ્થાને છે. આ વખતની રથયાત્રામાં G-20 દ્વારા ભારતની વિશ્વ ગુરુ બનવા તરફની ઝાંખી બતાવવામાં આવી છે.
rathyatra

વિવિધ દેશોના વડાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કટઆઉટ ઝાંખીમાં મૂકવામાં આવ્યું છે. ભારત આ વર્ષે 32 વિવિધ સેક્ટરમાં 50થી વધુ શહેરોમાં 200થી વધુ G-20ની બેઠકોનું આયોજન કરશે.
rathyatra

રથયાત્રામાં ભગવાન શિવજીનાં ટેબ્લોએ પણ આકર્ષણ જમાવ્યું છે. ટેબ્લો જેવો પસાર થાય કે ભાવિકો હર હર મહાદેવનો નાદ કરી રહ્યા છે.
rathyatra

આ ઉપરાંત જય જલિયાણ સાથે જલારામ બાપાનો ટેબ્લો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.જેમ જેમ રથયાત્રા આગળ વધી રહી છે તેમ તેમ લોકો દર્શન કરવા ઊમટી રહ્યા છે.

ખાસ કરીને લોકો ટેબ્લો જોવા માટે પણ ઊમટી રહ્યા છે. ટેબ્લોમાં ભારતીય સંસ્કૃતિના ઝાંખીનાં દર્શન થઈ રહ્યાં છે.
rathyatra

ભગવાન કૃષ્ણના ટેબ્લોએ પણ આકર્ષણ જમાવ્યું છે. જેમાં ગોકુળનાં દર્શન થઈ રહ્યાં છે. ભગવાન વાંસળી વગાડતા અને પાછળ ગાયનો ફ્લોટ્સ મૂકવામાં આવ્યો છે.
rathyatra

આ ઉપરાંત ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનાં ટેબ્લો પણ આકર્ષણ બન્યાં છે.
rathyatra

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર