સામાન્ય રીતે વર્ષ દરમિયાન ભક્તો મંદિરે જઈને તેમના આરાધ્યની પૂજાઅર્ચના કરતા હોય છે, પરંતુ રથયાત્રાના દિવસે ખુદ ભગવાન પોતે નગરચર્યા કરવા નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે, એવી માન્યતા છે.
લગભગ અઢીસો વર્ષ પહેલાં ગુજરાતમાં પહેલી રથયાત્રા કાઢવામાં આવી હતી. સૌ પહેલાં ભરૂચના ભોઈ સમાજે રથયાત્રા કાઢી હતી અને આ પરંપરા આજે પણ જળવાય રહેવા પામી છે.