ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0: આજે ગુજરાતના અમરેલી, વડોદરા અને અરવલ્લીમાં ફ્રીડમ દોડનું આયોજન

Webdunia
શનિવાર, 14 ઑગસ્ટ 2021 (09:19 IST)
'આઝાદી કા અમૃત મહોત્સવ- ભારત@75' ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે ગુજરાતના અમદાવાદ, પોરબંદર અને આણંદમાં ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગુજરાતના અમરેલી, વડોદરા અને અરવલ્લીમાં ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવશે.
 
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર અમરેલી કચેરી તરફથી 14 ઓગસ્ટના રોજ ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવેલ છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં હોય આ ફ્રીડમ દોડમાં પણ શહેરના 75 યુવાઓ ભાગ લેશે. સવારે 8:00 કલાકે સીનિયર સિટીજનપાર્ક સરર્કલથી અમર જવાન જ્યોતિ સુધી ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લા ભાજપ પ્રમુખ માનનીય કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે લીલી ઝંડી બતાવી દોડનું પ્રસ્થાન કરાવવામાં આવશે.
 
આ કાર્યક્રમ અંતર્ગત યુવાઓ દ્વારા સિનિયર સિટીજન પાર્કમાં પ્રથમ રાષ્ટ્રગાન ગાવામાં આવશે અને ત્યારબાદ અમર જવાન જ્યોતિ પર દોડ સમાપ્ત થશે. આ દોડમાં અમરેલી શહેરની વિવિધ યુવા સંસ્થાઓ/NGO/NSS તથા અન્ય 75 યુવાઓ દોડમાં ભાગ લેશે. દોડનો ઉદેશ યુવાઓનો શારીરિક વિકાસ થાય તેમજ રમત-ગમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લે એવો છે. આ કાર્યક્રમનું આયોજન કોવિડ-19 માર્ગદર્શિકા મુજબ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article