How to Survive a Lightning Strike - ગુજરાતમાં વીજળીની આફત - આવો જાણીએ વીજળીથી બચવા શુ કરવુ ?

Webdunia
શુક્રવાર, 17 જૂન 2022 (12:42 IST)
ગુજરાતમાં ચોમાસું દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યું છે. ધીમે ધીમે આગળ વધતા ચોમાસાથી ઘણા જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે, વરસાદની સાથે કેટલાક જિલ્લાઓમાં વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે. રાજ્યમાં અઠવાડિયામાં જ વીજળી પડવાની ઘટનામાં 5 લોકોના મોત થયા છે. એવામાં ચોમાસામાં આકાશી વીજળી પડવાનો બનાવ બને ત્યારે અગમચેતી કે સાવધાની રાખીને દુર્ઘટનાને અટકાવી શકાય છે. એવામાં તાપી જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આકાશી વીજળી પડવાની ઘટના સંભાવના જણાય ત્યારે અથવા વીજળી પડ્યા બાદ શું કરવું તે અંગે લોકોને કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે જે રાજ્યભરના લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
 
તો આવો જાણીએ કે વીજળી ચમકે ત્યારે શુ ન કરવુ 
 
વીજળી ચમકતી હોય આવી સ્થિતિમાં ઘરના ધાબા પર ન જવુ જોઈએ. સાથે જ કોઈ પણ એવી વસ્તુઓ પાસે ન જવું જોઈએ જે વીજળીને પોતાની તરફ ખેંચતું હોય. ધાતુના પાઈપ, નળ, ફુવારા વગેરેથી દૂર રહેવું જોઈએ. જો તમે ઘરથી બહાર છો તો ક્યારેય પણ વીજળી ચમકતી હોય તેવી સ્થિતિમાં ઝાડની નીચે ન ઉભા રહો. બાઈક, વિજળી અથવા ટેલિફોનના થાંભલાઓ અથવા મશીનની આસપાસ ન ઉભા રહો. 
 
વીજળી પડશે એવુ કેવી રીતે સમજવુ ? 
 
જ્યારે પણ તમે આવી સ્થિતિમાં ઘરની અંદર અથવા બહાર હોવ અને તમારા માથાના વાળ ઉભા થઈ જાય ત્વચામાં કળતર થાય તો સમજી લો કે તમે વીજળીની ઝપેટમાં આવી શકો છો. માટે તત્કાલ બન્ને હાથોથી પોતાના કાન બંધ કરી  લો. પંજા પર બંસી જાઓ. ધુટણની ઉપર કુણી હોવી જોઈએ. આ વાત ધ્યાન રાખો કે પોતાના શરીરનો જેટલે ભાગ જમીન સાથે જોડાયેલો હશે તામારા બચવાના ચાન્સ તેટલા જ વધારે છે. 

સંબંધિત સમાચાર

Next Article