વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વે એટીએસ દ્વારા ગુજરાતમાં આતંકીઓનું નવું મોડ્યુલ શોધી કાઢ્યું છે. આંતકી પ્રવૃતિ માટે વિદેશથી મોકલાતી નાણાકીય મદદ ઉપર સરકારે લગામ કસવા લાવેલા નવા કાયદા બાદ ભાંગફોડિયાં તત્ત્વોએ વિદેશી ફંડિંગ મેળવવા નવી તરકીબ શોધી કાઢી હતી. ત્યાં બીજી તરફ ગુજરાત એટીએસે રાજ્યમાં આતંકવાદીઓનું નવું મોડ્યુલ શોધી કાઢ્યું છે. જેમાં વડોદરા, ગોધરા અને અમદાવાદમાંથી ચારની અટકાયત કરી લેવામાં આવી છે. આ તમામ આઈએસઆઈએસના હેન્ડલરના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અલ કાયદાએ ભારતના વિવિધ રાજ્યમાં હુમલો કરવાની ધમકી આપ્યાં બાદ કેન્દ્રીય એજન્સીઓ સતર્ક થઈ હતી અને રાજ્યના એટીએસ વિભાગે પણ રાજ્યમાં ચાલતી આતંકી ગતિવિધિ અને એમાં સામેલ લોકોની તપાસ હાથ ધરી હતી, એ દરમિયાન ચોંકાવનારી માહિતી બહાર આવતા તાત્કાલિક પગલાં લેવાનુ શરૂ કર્યું હતું. જેના ભાગ રૂપે બુધવારે વેહલી સવારે એ ટી એસ ની ટીમે વડોદરાનાં વાડી તાઇવાડામાં રહેતા ડો. સાદાબ પાનવાલા અને ફતેગંજ વિસ્તારમાં રહેતી સાબિહા નામની યુવતીને અમદાવાદ લઇ જઇ પૂછપરછ શરૂ કરી છે.