ગુજરાત ATSએ હથિયારોના વેચાણનું રેકેટ ઝડપ્યું, સૌરાષ્ટ્રના 24 લોકો પાસેથી 54 ગેરકાયદેસર હથિયાર કબજે કર્યાં

ગુરુવાર, 5 મે 2022 (15:43 IST)
ગુજરાતમાં ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ બાદ રથયાત્રા પહેલાં જ ગેરકાયદે હથિયારોના વેચાણનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATSએ 2 આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ તેમની પૂછપરછ કરતા અન્ય 22 ઇસમોના નામ સામે આવ્યા હતા. જેમની પાસેથી પણ 50 ગેરકાયદેસર હથિયાર કબજે કર્યા છે. ATSએ 24 કલાકમાં જ આ ઓપરેશન પર પાડ્યું હતું. પોલીસ તપાસમાં બહાર અવ્ય કે કોઈએ સોસીયલ મીડિયામાં ફોટો પડાવી અપલોડ કરવા તો કોઈએ ગુનાઈત કૃત્ય કરવા માટે હથિયારો ભેગા કર્યા હતા.બોટાદ,સુરેન્દ્રનગર અને આસપાસના શહેર ગામડાના લોકોએ હથિયારો ભેગા કર્યા હતા. જે રેકેટનો ATSએ પર્દાફાશ કર્યો છે.
 
હથિયારોની ડીલવરી વનરાજ નામના માણસને કરવાના હતા
ગુજરાત ATSને બાતમી મળી હતી કે લીમડી સબ જેલમાંથી પેરોલ જંપ કરી નાસ્તા ફરતો આરોપી દેવેન્દ્ર અને તેનો સાગરિત ચાંપરાજ ખાચર ગેરકાયદેસર લાયસન્સ વગરના હથિયારો રાખીને જતા હતા જેની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી કુલ 4 હથિયાર કબજે કર્યા હતા. આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી જેમાં સામે આવ્યું હતું કે તેઓ પિસ્તોલ મધ્યપ્રદેશમાં કુક્ષી જીલ્લાના બાગ ગામમાંથી લાવ્યા હતા અને તેની ડીલવરી વનરાજ નામના માણસને કરવાના હતા.
 
કુલ 24 ઈસમો પાસેથી 54 હથિયાર કબજે કર્યા હતા
આરોપીઓ અગાઉ 100 જેટલા હથિયાર લાવ્યા હતા અને ગેરકાયદેસર રીતે સુરેન્દ્રનગર,બોટાદ,રાજકોટ સહિતના વિસ્તારોમાં વેચ્યા છે.જેથી ATSએ ટીમે અલગ અલગ જગ્યાએ રેડ કરીને 24 કલાકમાં અન્ય 22 ઈસમોની ધરપકડ કરીને તેમની પાસેથી 50 ગેરકાયદેસર હથિયાર કબજે કર્યા હતા.કુલ 24 ઈસમો પાસેથી 54 હથિયાર કબજે કર્યા હતા.સૌ પ્રથમ પકડાયેલ દેવેન્દ્ર બોરિયા અને ચાપરાજ નામના આરોપી પાસેથી અન્ય આરોપીઓના નામ મળતા ATSએ ૨૪ કલાકમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે.
 
પકડાયેલા 22 આરોપીઓ:-
ભગીરથ ફુલાભાઇ ધાધલ- બોટાદ
સત્યજીત અનકભાઇ મોડા- બોટાદ
અલ્પેશ માનસીંગભાઇ ડાડોળીયા-બોટાદ
ઉદયરાજ માગેશભાઇ માંજરીયા-બોટાદ
દિલીપભાઇ દડુભાઇ ભાંભળા-બોટાદ. 
કિરીટભાઇ વલકુભાઇ બોરીચા બોટાદ
અજીતભાઇ ભુપતભાઇ પટગીર- બોટાદ 
મુકેશભાઇ રામજીભાઇ કેરાલીયા-સુરેન્દ્રનગર
ભાવેશભાઇ દિનેશભાઇ મકવાણા- ચોટીલા, 
પ્રદિપભાઇ રજૂભાઇ વાળા - સાયલા
પ્રતાપભાઇ ભુપતભાઇ ભાંભળા-સુરેન્દ્રનગર
વિનોદભાઇ નટુભાઇ વ્યાસ-સુરેન્દ્રનગર
કિશોરભાઇ બાવકુભાઇ ધાધલ-રાજકોટ
મહિપાલભાઇ ભગુભાઇ બોરીચા-રાજકોટ 
રવિરાજભાઇ બાબભાઇ ખાચર રાણપુર
રવિભાઇ માત્રાભાઇ ખાચર-બોટાદ
શક્તિભાઇ જેઠસુરભાઇ બસીયા- બોટાદ
નાગજીભાઇ જેસીંગભાઇ સાંકળીયા-બોટાદ 
૨મેશભાઇ રસીકભાઇ ગોહીલ- બોટાદ
સુરેશભાઇ દેવકુભાઇ ખાચર-બોટાદ
ચીરાગભાઇ મુકેશભાઇ જાદવ -સાથલા
ગુજન પ્રકાશભાઇ ધામેલ-સુરેન્દ્રનગર

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર