ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજે 1100થી વધુ જગ્યા પર ભરતીની જાહેરાત કરી હતી. આ ભરતી માટેના ફોર્મ ભરવાની શરૂઆત આજથી થઇ ગઇ છે. ઉમેદવારો આગામી 30 જૂન સુધી ફોર્મ ભરી શકશે.
ગૌણ સેવા પસંદગી મડળની જાહેરાત મુજબ, 1176 જગ્યા પર ભરતી પ્રક્રિયા કરાશે. જેમાં વર્ક આસિસ્ટન્ટ ક્લાસ-3ની 771 જગ્યા, ગ્રંથાલય નિયામકની 37 જગ્યા, રેખનકારની 50 જગ્યા, અધિક મદદનીશ ઇજનેરની 192 જગ્યા અને મ્યુનિસિપલ ઇજનેરની 88 જગ્યા સામેલ છે.