અમીરગઢ બોર્ડર પર અજાણ્યા શખ્સોનું ફાયરિંગ, એકની અટકાયત

Webdunia
મંગળવાર, 25 જૂન 2019 (00:14 IST)
અમીરગઢ બોર્ડર પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે પોલીસ ચેકિંગ દરમિયાન કારમાં સવાર શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ ત્યાંથી કાર છોડીને ફરાર થઇ ગયા હતા. જોકે પોલીસે કાર સાથે એક આરોપીની અટકાયત કરી છે. જ્યારે કારમાં સવાર અન્ય આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ત્યારે આ ઘટનાને પગલે ફરાર આરોપીઓને ઝડપી પડાવ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામં આવ્યું હતું. ત્યારે ચેકિંગ દરમિયાન પોલીસે એક કારને રોકી હતી. તે દરમિયાન કારમાં સવાર ચાર શખ્સોએ કારમાંથી બહાર નીકળી ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ તેઓ ઘટના સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાની સર્જાઇ નહતી. આ ઘટનાને પગલે પોલીસે ચેકિંગ કરવા માટે અટકાવેલી કાર પંજાબ પાસિંગની હોવાનું સામે આવ્યું હતું. 
 
અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ બાદ પોલીસે તેમને પકડવા તેમનો પીછો કર્યો હતો. પરંતુ તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જો કે, પોલીસે આ કારને કબજે કરી ગણતરીના કલાકોમાં જ એક શખ્સની અટકાયત કરી છે. જ્યારે અન્ય ત્રણ શખ્સો હજુ સુધી ફરાર છે. ત્યારે પોલીસે ઝડપાયેલા શખ્સની વધુ પૂછપરછ હાથ ધરી છે. ત્યારે આ ઝડપાયેલો શખ્સ પંજાબનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનાને પગલે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી અન્ય ત્રણ શખ્સોની શોધખોળ શરૂ કરી દીધી છે.

સંબંધિત સમાચાર

Next Article