રવિવારે યોજાયેલી ગુજરાતની 8684 ગ્રામપંચાયત ચૂંટણી બાદ આજે પરિણામનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચૂંટણીમાં વાતાવરણ ખુશીનુ પણ છે તો ક્યાક નિરાશાનુ પણ છે. નર્મદાના ચિત્રાવાડીના સરપંચ પદના ઉમેદવાર વાસુદેવ વસાવા 10 મતથી પરાજિત થયા છે. પતિ પરાજિત થતાં પત્ની આઘાતમાં સરી પડી હતી અને બેભાન થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
- વડોદરાના પાદરાના ગયાપુરા ગામમાં સરપંચ તરીકે કમલેશભાઈ પટેલનો વિજય
ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામો પર ભાજપ-કૉંગ્રેસની નજર
વિજેતા ઉમેદવારના ઘરે ચૂંટણી અદાવતમાં તોડફોડ કરાઇ છે. હારેલા ઉમેદવારે સમર્થકો સાથે હુમલો કર્યો હતો. 3 બાઈક, ડી.જેના વાહન સહિત 5 વાહનોમાં તોડફોડ કરી છે. પોલીસે ઘટનાસ્થળે પહોચીને વધુ કાર્યવાહી હાથધરી છે.
મતગણતરી દરમિયાન દાહોદના લીમખેડામાં પોલીસની કાર્યવાહી
મતગણતરી દરમિયાન દાહોદના લીમખેડામાં પોલીસે કાર્યવાહી કરી છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા પોલીસે લાઠીચાર્જ કર્યો છે. પોલીસે લાઠીચાર્જ કરતા મતગણતરી સેન્ટર નજીક દોડધામ મચી છે. મહિલાઓ સહિત અનેક લોકો સેન્ટર નજીક એકઠા થયા હતા.
ઝઘડિયા તાલુકાના મતગણતરી કેન્દ્રમાં સાપ નીકળતા દોડધામ મચી ગઈ હતી. મત ગણતરી પ્રક્રિયા 5 મીનટ થોભાવી પડી. બાદમાં સાપને પકડી સુરક્ષિત જગ્યા પર છોડી મુકાયો હતો.
06:52 PM, 21st Dec
- પાટડીમાં મતદાન મથકની બહાર સમર્થકોની ભીડના કારણે 108 એમ્બ્યુલન્સ ફસાઈ