રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 1487 કેસ નોંધાયા, 17ના મોત

Webdunia
મંગળવાર, 24 નવેમ્બર 2020 (10:29 IST)
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના નવા 1487 કેસ સામે આવ્યા છે અને 17 લોકોના મોત પણ થયા છે. જોકે રાજ્યમાં આજે 1234 લોકો સાજા પણ થયા છે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નોંધાયેલા 17 મોતમાંથી અમદાવાદમાં સૌથી વધુ 13 લોકોના મોત થાય છે. મોરબી, રાજકોટ, સુરત અને વડોદરામાં 1-1 લોકોના મોત થયા છે.  
 
ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી કુલ 73,04, 705 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 1,98,899 લોકો સંક્રમિત મળી આવ્યા છે. અત્યાર સુધી કોરોનાના લીધે 3,876 લોકોના મોત થયા છે.  
 
રાહતની વાત એ  છે કે રાજ્યમાં અત્યાર સુધી કુલ 1,81,187 લોકો સાજા થયા છે તેમને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 13,836 એક્ટિવ કેસ છે જેમાંથી 89 લોકોની હાલત નાજુક છે તેમને વેંટીલેંટર પર રાખવામાં આવ્યા છે. 
 
અમદાવાદમાં 47,653 કેસ અને 1,982 લોકોના મોત, સુરતમાં 41,673 કેસ અને 885 લોકોના મોત, વડોદરામાં 18,865 કેસ અને 27 લોકોના મોત, રાજકોટમાં 15,445 કેસ અને 172 લોકોના મોત, જામનગરમાં 8,953 કેસ અને 35 લોકોના મોત, ગાંધીનગરમાં 6,183 કેસ અને 96 લોકોના મોત, ભાવનગરમાં 5,065 કેસ અને 68 લોકોના મોત થયા છે

સંબંધિત સમાચાર

Next Article