આ તારીખથી યોજાશે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા

સોમવાર, 12 ઑક્ટોબર 2020 (13:48 IST)
ગુજરાતમાં કોરોના સંક્રમણ યથાવત્ છે. પરંતુ ધીમે ધીમે વધુ નોર્મલ થઇ રહ્યું છે. ત્યારે અમદાવાદમાં કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર પરીક્ષાઓ લેવા માટે તૈયારીઓ કરી રહી છે. પરીક્ષા આપી ન શકનાર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વધુ એક તક અપાશે. 26 ઓક્ટોબરે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાનું આયોજન કરશે.
 
પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ 16 ઓક્ટોબરથી યુનિવર્સિટીની વેબસાઈટના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન ના કરાવનાર વિદ્યાર્થીને પરીક્ષા આપવાની તક નહીં મળે. આ અગાઉ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી ગુજરાત યુનિવર્સિટી દ્વારા પહેલા ઓફલાઈન અને ત્યારબાદ ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર