ગુજરાત ઉપર તોળાઈ રહેલા વાવાઝોડાની આગાહીને પગલે તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયુ છે.સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. 33 જિલ્લાઓ માટે અલગ અલગ કંટ્રોલરૂમ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરી શકે છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 જાહેર કરવામાં આવ્યો છે.આ નંબર લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે.
બિપોરજોય વાવાઝોડું: તકલીફ હોય તો આ કંટ્રોલરૂમનો સંપર્ક કરો
વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત
નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરી શકે
ટોલ ફ્રી નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે