ગુજરાતની કંઝુમર કોર્ટે કાપડના એક દુકાનદારને ગ્રાહક પાસેથી થેલીના દસ રૂપિયા લેતં 1500 રૂપિયા વળતર આપવાનો આદેશ કર્યો છે. સાથે જ દુકાનદારને ગ્રાહક મૌલિન ફાદિયાને થેલા માટે વસૂલવામાં આવેલા દસ રૂપિયા આઠ ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો.
કંઝુમર કોર્ટે 29 જૂને પોતાના આદેશમાં માનસિક ત્રાસ માટે એક હજાર કાનૂની કાર્યવાહી ખર્ચ માટે 500 રૂપિયાનું વળતર આપવાનું નક્કી કર્યું. આ વળતર દુકાનદારને 30 દિવસની અંદર ચૂકવવું પડશે. ફરિયાદકર્તાએ કોર્ટને જણાવ્યું હતું કે તેને 2486 રૂપિયાના કપડા ખરીદ્યા હતા.
તેના પર તેણે જે થેલી કપડાં રાખવા માટે આપવામાં આવી તેના 10 રૂપિયા પણ વસૂલવામાં આવ્યા. આ થેલા પર તમામ બ્રાંડની જાહેરાત હતી. ગ્રાહકે આ મુદ્દાને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં રજૂ કર્યો અને 25 હજાર રૂપિયાના વળતરની માંગ કરી હતી. સાથે જ ગ્રાહક કલ્યાણ ફોરમમાં પણ 25 હજાર રૂપિયા જમા કરાવવાની અપીલ કરી હતી.