5 રૂપિયાની નોટ અને 10 રૂપિયાના સિક્કા સ્વિકારશો નહી તો થશે રાજદ્વોહનો કેસ

મંગળવાર, 6 જુલાઈ 2021 (08:50 IST)
ગત થોડા સમયથી ગુજરાતના ભરૂચ જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 5 રૂપિયાની નોટ અને 10 રૂપિયાના સિક્કાના અસ્વિકાર વિશે ઘણીવાર ફરિયાદ સામે આવ્યા બાદ મેજિસ્ટ્રેટએ જનતા માટે એક ખાસ સૂચના જાહેર કરી એવા લોકો વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ કરવાની ચેતાવણી આપી છે. 
 
ગત ઘણા સમયથી ભરૂચ જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી 5 રૂપિયાની નોટ અને 10 રૂપિયા સિક્કાને ઘણા દુકાનદાર સ્વિકારી ન રહ્યા હોયના સમાચાર સામે આવ્યા હતા. તંત્રના ધ્યાને તેને લઇને ફરિયાદ સામે આવતાં જિલ્લા મેજિસ્ટ્રેટે એક અખબારી યાદી જાહેર કરી એક સૂચના જાહેર કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે જોકે નાગરિક ભારત સરકાર દ્વારા માન્ય કરન્સીને સ્વિકારવાની મનાઇ કરે છે, તેના વિરૂદ્ધ ભારતીય આઇપીસી કલમ 124 એ હેઠળ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવશે. 
 
તમને જણાવી દઇએ કે થોડા વર્ષો પહેલાં ગુજરાતના અમદાવાદ સહિત ઘણા મહાનગરોમાં 10 રૂપિયાના સિક્કાને સ્વિકારવાની મનાઇ કરવામાં આવતી હતે. 10 રૂપિયાના સિક્કા જલદી જ માર્કેટમાં બંધ થઇ જવાની ફરિયાદો વચ્ચે વેપારી, રિક્શાચાલકો, દુકાનદારોએ સ્પષ્ટપણે 10 રૂપિયાના સિક્કા લેવાની ના પાડી દીધી હતી. જે સમયે પણ સરકાર દ્વારા ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું અને તે પ્રકારે સિક્કાનો અસ્વિકાર કરનાર વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવાની ચેતાવણી આપી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર