ભાજપના સૂત્રોએ સંકેત આપ્યા છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપ અને શિવસેના ફરી એક થવાના છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. બન્ને પક્ષો વચ્ચે કોઈ સોદો થઈ શકે છે. જે અંતર્ગત ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન રહેશે અને દેવેન્દ્ર ફડણવીસ અને કેબિનેટ પ્રધાન તરીકે દિલ્હી મોકલી શકાય છે. જોક ફડણવીસે આ પ્રકારના કોઈ પણ પગલાને નકારી દીધા છે.
શિવસેના કોંગ્રેસ પ્રત્યે નારાજ
ભાજપ દ્વારા બે ઉપ મુખ્યમંત્રીની નિયુક્તી કરવામાં આવી શકે છે. જોકે શિવસેના તેના સદસ્યોની તપાસ કરી રહેલી એજન્સીઓથી પરેશાન છે. સાથેજ કોંગ્રેસના રાજ્ય પ્રમુખ નાના પટોલે દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે તેઓ એકલા ચૂંટણી લડશે અને મુખ્યમંત્રી બનશે. જેના કારણે શિવસેના તેમનાથી ઘણી નારાજ છે.