હિંદુ-મુસ્લિમોને લઈ મોહન ભાગવતનું નિવેદન- તમામ ભારતીયોના DNA એક છે, પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય

રવિવાર, 4 જુલાઈ 2021 (22:33 IST)
રાષ્ટ્રીય સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે હિંદુ-મુસ્લિમોને લઇ મોહન ભાગવત ગાઝિયાબાદમાં આયોજીત એક કાર્યક્રમમાં મુસ્લિમો મુદ્દે મોટું નિવેદન આપ્યુ છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે, "મુસ્લિમોનો વિરોધ કરનારી વ્યક્તિ હિંદુ નથી જો કોઈ એમ કહે છે કે એક પણ મુસ્લિનને ન રહેવો જોઈએ તો તે હિંદુ નથી. આ વાત હું અગાઉ પણ કહી ચોક્યો છું . હિંદુ સૌને લઈને ચાલે છે. 
 
લિંચિંગ કરનારા હિંદુત્વ વિરોધી, મુસ્લિમોને જવા માટે કહેતા 
ભાગવતે કહ્યુ કે દેશમાં એકતાના વગર વિકાસ શક્ય નથી. આરએસએસ પ્રમુખએ કહ્યુ કે એકતાના આધારે રાષ્ટ્રવાદ અને પૂર્વજોનો ગૌરવો હોવો જોઈએ. તેણે કીધુ કે હિંફુ-મુસ્લિમ સંઘર્ષનો એકમાત્ર સમાધાન સંવાદ છે. ન કે વિસંવાદ. ભાગવતએ કહ્યુ "હિંદુ-મુસ્લિમ એકતાની વાત ભ્રામક છે કારણ કે તે જુદા નથી પણ એક છે. બધા ભારતીયનો ડીએનએ એક છે ,  પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર