ટ્વિટર ઈન્ડિયાના માથે વધુ એક આફત:MD મનીષ માહેશ્વરી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ, હિન્દુ દેવીના અપમાનનો આરોપ

રવિવાર, 4 જુલાઈ 2021 (15:13 IST)
માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરની વિરુદ્ધ એક નવી ફરિયાદ નોંધવામાં આવી છે.  ટ્વિટર ઈન્ડિયાના એમડી મનીષ માહેશ્વરી વધુ એક મુશ્કેલીમાં ફસાયા છે. મનીષ માહેશ્વરીની વિરુદ્ધ દિલ્હીમાં વધુ એક કેસ નોંધાયો છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં ટ્વિટર ઈન્ડિયાના એમડી અને એક NGOની વિરુદ્ધ દિલ્હી પોલીસના સાઈબર સેલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વકીલ આદિત્ય સિંહે ટ્વિટર ઈન્ડિયા, મનીષ માહેશ્વરી અને અથિસ્ટ રિપબ્લિકની વિરુદ્ધ મહાકાળી માતાજી અંગેના વાધાજનક કન્ટેન્ટને લઈને ફરિયાદ નોંધાવી છે.
 
નવા આઈટી નિયમોને લઈને ટ્વિટર અને સરકાર વચ્ચે તણાવ
નવા આઈટી નિયમોને લઈને ટ્વિટર અને સરકાર વચ્ચે તણાવ ચાલુ છે. જોકે આ દરમિયાન ટ્વિટરની મુશ્કેલીઓ વધી રહી છે. વકીલ આદિત્ય સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એમડી મનીષ માહેશ્વરી સિવાય રિપબ્લિક અથિસ્ટના સંસ્થાપકની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે.
 
ટ્વિટર યુઝર્સની પોસ્ટ અપમાનજનક
માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરની વિરુદ્ધ એક નવી ફરિયાદ નોંધવામાં આવી છે. વકીલે હિન્દુ દેવી(મહાકાળી માતાજી) વાળી એક પોસ્ટ અંગે કહ્યું કે ટ્વિટર યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી સામગ્રી અપમાનજનક હોવાની સાથે સમાજમાં દ્વેષ, શત્રુત ફેલાવનારી છે. પછીથી ફરિયાદ પર પોલીસે તપાસ શરૂ કરી. કહેવામાં આવી રહ્યું છે કે ઝડપથી આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર