ગુજરાતના નવા બનેલા મંત્રીઓને આજથી જ કામે લાગી જવા આદેશ, મંત્રીઓ મુહૂર્ત પ્રમાણે ઓફિસમાં કાર્યભાળ સંભાળશે

Webdunia
શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (11:26 IST)
ગુજરાતમાં નવી બનેલી સરકારના મંત્રીઓને બીજા દિવસે કામ પર લાગી જવા માટે મહત્વની સૂચના આપવામાં આવી છે. નવા મંત્રીમંડળની રચના બાદ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં દોઢ કલાકથી વધારે સમય સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, અને પ્રદેશના નેતાઓએ નવા મંત્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.શપથવિધિ બાદ કમલમ ખાતે પહેલીવાર મંત્રી તરીકે પહોંચેલા કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ સંદર્ભે આયોજિત વિવિધ કાર્યક્રમમાં જવા માટે સૂચના આપવામાં આવી છે. જેમાં મંત્રીઓને અલગ-અલગ જિલ્લામાં જઈને પ્રધાનમંત્રી મોદીના જન્મદિને આયોજીત કાર્યક્રમમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આજે મંત્રીઓ કાર્યક્રમમાં વ્યસ્ત કોઈ મંત્રી અધિકૃત રીતે પોતાનો ચાર્જ નહિ સંભાળે. મંત્રીઓ મુહૂર્ત પ્રમાણે પોતાના મંત્રાલયની ઓફિસમાં કાર્યભાર સંભાળશે.ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે, જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી રાખવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article