CM Bhupendra Patel Cabinet- આજે મંત્રીમંડળમાં કોનો થશે સમાવેશ

ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (10:18 IST)
ભાજપના એક દિગ્ગજ નેતાએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી હોવાથી તેમની ટીમ પણ નવા જ સભ્યોની રહેશે. અગાઉ કહેવાયું હતું કે આ મંત્રીમંડળમાં અમુક સિનિયર મંત્રીઓ રહેશે, પરંતુ એમ નથી થવા જઈ રહ્યું. તમામ મંત્રીઓ નવા જ રહેશે. અલબત્ત, ધારાસભ્ય તરીકે સિનિયર હોય તેવા મંત્રીઓ આ મંત્રીમંડળમાં ચોક્કસ રહેશે. જ્ઞાતિ અને પ્રદેશવાર સમીકરણનો એમાં ચોક્કસ ખ્યાલ રખાયો છે. આ મંત્રીમંડળમાં 22 કે 25 સભ્યોહોવાને બદલે 27 સભ્યનું પૂર્ણ કદનું મંત્રીમંડળ બને એવી શક્યતા છે.
 
નવા ચહેરાની જો વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરા તરીકે ઋષીકેશ પટેલ, જે.વી. કાકડિયા, નીમાબેન આચાર્ય, હર્ષ સંઘવી અથવા તો સંગીતા પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ એવા રાજેન્દ્ર ત્રિવેદી, ભાવનગરથી જીતુ વાઘાણી, આત્મારામ પરમાર, પ્રદિપસિંહ જાડેજા નવા ચહેરા તરીકે કેબિનેટ કક્ષાના પ્રધાનોમાં સ્થાન મેળવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. નીતિન પટેલના સ્થાને ઋષિકેશ પટેલ કે જે મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમને સ્થાન આપવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર