ગુજરાતના એક ખેડૂતની પુત્રીએ દેશમાં સૌથી યુવા કોમર્શિયલ પાયલટ (Yongest Commercial Pilot) બનવાનો ખિતાબ હાસિલ કર્યો છે. 19 વર્ષીય મૈત્રી પટેલ (Maitri Patel) એ અમેરિકાથી પાયલોટની ટ્રૈનિંગ મેળવીને ઇતિહાસ રચ્યો છે. મૈત્રીના પિતાનું નામ કાંતિ પટેલ છે. મૈત્રીએ 11 મહિનાની તાલીમ પછી કોમર્શિયલ પાયલોટ બનવાનું લાયસન્સ મેળવ્યું છે.
મૈત્રી બાળપણથી જ પાયલોટ બનવા માંગતી હતી. તેણે 12 પાસ કર્યા બાદ પાયલોટ બનવાની તાલીમ લીધી છે. તેના પિતા ખેડૂત અને સુરત મ્યુનિસિપલ કોર્પિરેશનના કર્મચારી છે. મૈત્રીએ જણાવ્યુ - સામાન્ય રીતે આ તાલીમ પૂર્ણ કરવામાં 18 મહિનાનો સમય લાગે છે કારણ કે તમારે ચોક્કસ કલાકો સુધી ઉડાન ભરવાની જરૂર હોય છે. પરંતુ હું ભાગ્યશાળી છું કે મેં 11 મહિનામાં આ તાલીમ પૂરી કરી. તાલીમ પૂર્ણ થયા પછી, મેં મારા પિતાને ફોન કરીને અમેરિકા બોલાવ્યા અને પછી અમે 3500 ફૂટની ઊચાઈ પર ઉડાન ભરી. આ મારા માટે સપનુ પુરૂ થવા જેવી ઘટના છે.