ગોધરાની પંચામૃત ડેરીના પૂર્વ પ્રમુખ પંચમહાલના ભાજપના પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી સામે નાણાંકીય ઉચાપત કરવા મામલે ગોધરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદ મુજબ, ભૂપેન્દ્રસિંહ સોલંકીએ નાણાંકીય ઉચાપત કરવાના હેતુથી તમામ પંચામૃત ડેરની જુદા જુદા હોદ્દાઓ ઉપર કર્મચારી તથા ચેરમેન તરીકે હોવાથી પોતાના અંગત કે અન્ય લાભ માટે ડેરીમાંથી વિતરણ કરવામાં આવતા દૂધ, છાશ વગેરેના ખોટા દસ્તાવેજો બનાવી ખોટા હિસાબો લખી તેનો સાચા તરીકે ઉપયોગ કરી રૂ. 1 કરોડ 49 લાખ 42 હજાર 167ની ઉચાપત કરી છે. આ ઉચાપત વર્ષ 2008થી 31 માર્ચ 2009ના નાણાંકીય વર્ષના સ્પેશિયલ ઓડિટર દરમિયાન પંચમહાલ જિલ્લા સહકારી ઉત્પાદક સંઘ લી. પંચામૃત ડેરીમાં કરવામાં આવી હતી. જ્યારે આ મામલે 14 નવેમ્બર 2019નાના રોજ ગોધરા શહેર બી ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભૂપેન્દ્રસિંહ સોલંકી પંચમહાલ બેઠક પરથી 1999 અને 2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપમાંથી સંસદ સભ્ય પદે ચૂંટાઈ આવ્યા હતા.