Sanjeev Khanna - જસ્ટિસ સંજીવ ખન્નાએ ભારતના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ ખન્ના ભૂતપૂર્વ CJI DY ચંદ્રચુડનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ રવિવારે સમાપ્ત થયો હતો.
કોણ છે જસ્ટિસ ખન્ના: જસ્ટિસ ખન્ના 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં જોડાયા હતા અને શરૂઆતમાં તિસહજરી કેમ્પસની જિલ્લા અદાલતોમાં અને બાદમાં દિલ્હી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. તેમણે આવકવેરા વિભાગના વરિષ્ઠ સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે પણ લાંબા સમય સુધી કામ કર્યું. વર્ષ 2004માં તેમને દિલ્હી માટે સ્ટેન્ડિંગ કાઉન્સેલ (સિવિલ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ ખન્નાએ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે દિલ્હી હાઈકોર્ટમાં ઘણા ફોજદારી કેસોમાં કેસ લડ્યા હતા.