Vapi News - વાપીમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા, પરિવારે લાશ સ્વીકારવાનો ઈનકાર કર્યો

Webdunia
સોમવાર, 8 મે 2023 (12:36 IST)
વાપીના રાતા વિસ્તારમાં ભાજપના ઉપપ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ત્યારે બાઇક પર આવેલ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

શૈલેષ પટેલના પરિવારના સભ્યોએ ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાની ના પાડી છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જો ભાજપ શાસિત રાજ્યમાં જો આવી ફાયરિંગ જેવી ઘટના ઘટતી હોય તો યુપી અને ગુજરાતમાં શું ફર્ક છે. અમારી માંગ છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશ નહીં સ્વીકારીએ. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ દર સોમવારે પત્ની સાથે શિવ મંદિરે દર્શન કરવામાં આવતા હતા. ત્યારે આજે સવારે 7.15ની આસપાસ પત્ની સાથે મંદિરે પહોંચ્યા અને પત્ની મંદિરની અંદર ગયાં જ્યારે શૈલેષ પટેલ ગાડીમાં જ બેસીને પત્નીની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે અચાનક એક બાઈક તેમની ગાડી પાસે આવીને ઊભી રહી ગઈ. આ બાઈક પર 4 શખ્સો સવાર હતા. શૈલેષ પટેલ કઈ સમજે તે પહેલાં જ શખ્સોએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. 4 રાઉન્ડ ફાયરિંગમાં શૈલેષ પટેલને ત્રણ ગોળીઓ વાગી હતી. જ્યારે ચારેય શખ્યો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.ટ

સંબંધિત સમાચાર

Next Article