Unseasonal Rain in Gujarat - ગુજરાતમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ

શનિવાર, 6 મે 2023 (11:07 IST)
Unseasonal Rain in Gujara - વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે પશ્ચિમી વિક્ષોભના કારણે ચાલુ વર્ષ દરમિયાન હવામાનમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પરથી દૂર થઈ રહી છે માટે કમોસમી વરસાદનું જોર ઘટી જશે. 24 કલાક બાદ રાજ્યમાંથી વાદળછાયું વાતાવરણ પણ દૂર થઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન વિભાગે વરસાદથી મુક્તિ મળવાની સાથે તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.

 
જામનગરનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદને લઈને રસ્તાઓ પર વાહનચાલકો મૂંઝાયા હતા. ધોધમાર વરસાદને કારણે ઉનાળુ પાક પર સંકટ મંડરાઇ રહ્યું છે. ભરઉનાળે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ધોરાજીના પાટણ વાવમાં ભારે કમોસમી વરસાદ વરસ્યો છે. અહીં ભરઉનાળે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં ઐતિહાસિક ઓસમ ડુંગર પરથી ધોધ વહેતો થયો છે. અનરાધાર વરસાદથી ઓસમ ડુંગર પર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્‌યું હતું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર