કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે પાર્ટી સામે ચોંકાવનારા સવાલો ઉઠાવ્યા, જાણો શું કહ્યું

Webdunia
શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (14:27 IST)
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહે પોતાની જ પાર્ટી પર સવાલ ઉઠાવતા પાર્ટીની વિચારધારા અને સિદ્ધાંતોને લઈ મોટું નિવેદન આપ્યું છે. ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ સિદ્ધાંત ભૂલીને સત્તાલક્ષી બની ગઈ હોવાની વાત કહી છે. ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસને સત્તા ન મળવાનું કારણ બતાવ્યું છે. ભરતસિંહ સોલંકીએ શીખ સાથે ટકોર કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સિદ્ધાંત ભૂલીને સત્તાલક્ષી બની ગઈ છે. ઉપરાંત તેમણે કહ્યું કે વર્તમાનમાં કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે કામ કરતી નથી. તેમણે કહ્યું કે હવે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસની દિશા સિદ્ધાંતલક્ષીના બદલે સત્તાલક્ષી બની છે. ભરતસિંહે કહ્યું છે કે જવાબદારીઓનું આપણે વહન નથી કરતા. સહન કરતા નથી અને ચલાવી લઈએ છીએ.ભરતસિંહ સોલંકીએ કહ્યું કે આપણા પર વધારે જવાબદારીઓ છે. તેથી આપણે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની જરૂર છે. ભરતસિંહ સોલંકીના આ નિવેદન બાદ બીજેપીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. ભાજપે કહ્યું કે કોંગ્રેસે ગાંધીજીના વિચારોને જ ખતમ કરી દીધા છે. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે ગાંધીજીના સિદ્ધાંતો માટે અમે પણ કામ કર્યું છે. તેમણે કહ્યું કે ગાંધીજી અહિંસાની વાતો કરતા હતા જ્યારે આજે કોંગ્રેસ હિંસા પર ઉતરી છે અને દેશ તોડવાની વાતો કરે છે.
 
 

સંબંધિત સમાચાર

Next Article