ગુજરાતમાં રોકાણ કરાય તો નાણાં ઉગી નીકળે છે: રૂપાણી

શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (12:45 IST)
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક રાષ્ટ્રીય દૈનિકને આપેલી મુલાકાતમાં ગુજરાતમાં બેરોજગારીનો દર અન્ય રાજયોની સરખામણીએ ઓછો હોવાનો દાવો કરી ગુજરાતમાં રોકાણ ફળદાયી બને તેવું વાતાવરણ હોવાનું જણાવ્યું છે.
રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બેરોજગારી દર 4.1% છે, જયારે અન્ય રાજયોમાં એ 18-20% જેટલો ઉંચો છે. ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં સ્ટાર્ટ-અપ્સ છે. ગત વર્ષની સરખામણીએ એફડીઆઈ બમણું થયું છે. આભારી વોટર મેનેજમેન્ટ ટેકનીકની પ્રશંસા થઈ છે. મુખ્યમંત્રી યુવા સ્વાભિમાન યોજના નીચે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે રૂા.1275 કરોડની ફાળવણી કરવામાં આવી છેઅને એનાથી 1 લાખ લોકોને ફાયદો થયો છે.
ભ્રષ્ટાચાર બાબતે ગીરો-ટોલરેન્સ નીતિ અપનાવવામાં આવી છે અને ગુજરાતમાં ભારતમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર હોવાનું ઈન્ડિયા કરપ્શન સર્વે 2019માં જણાવાયું છે.
છેલ્લા 3 વર્ષમાં દેશમાં રૂા.5.47 લાખના પ્રોજેકટોમાંથી ગુજરાતમાં રૂા.1.09 લાખ કરોડના પ્રોજેકટ સ્થાપવામાં આવ્યા છે. ગત ત્રણ વાઈબ્રન્ટ ગુજરાત સંમેલનમાં થયેલા એમઓયુમાંથી 66% નો અમલ થયો છે. ગુજરાતમાં નાણા રોકાશે તો ઉગી નીકળશે એવો વિશ્ર્વાસ પેદા કરતું વાતાવરણ અહીં છે.
બેરોજગારી ઘટાડવા લેવાયેલા પગલાની માહિતી આપતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે અમે 1.5 લાખ સરકારી નોકરી ઉભી કરી છે. દર વર્ષે ખાનગી ક્ષેત્રમાં 12 લાખ નોકરીઓ ઉભી કરાઈ છે. અમારા રોજગાર વિભાગે 700 ભરતી મેળા યોજયાછે. માત્ર ગુજરાતના લોકોને જ નહીં, અન્ય રાજયોના લોકો પણ રાજયમાં રોજગારીનો લાભ મળ્યો છે.
એક સવાલના જવાબમાં રૂપાણીએ જણાવ્યું હતું કે જીએસટી બાબતેની પ્રારંભીક સમસ્યાઓનો હવે નિવેડો આવ્યો છે. વેટનો અમલ થયો ત્યારે પણ વ્યવહારુ મુશ્કેલીઓ હતી, પણ સમય જતા આ મુદાઓ હલ થયા હતા. કેન્દ્ર સરકારે પહેલેથી જ જીએસટી વસુલાત ઓછી રહે તો એ ભરપાઈ કરવાની જવાબદારી લીધી હતી, અને તે અદા કરી રહી છે. આમ છતાં, સમયસર પેમેન્ટ જેવા કેટલાક મુદા છે.
2017ની ધારાસભાની ચૂંટણીમાં ખેડુતો અને નાના ઉદ્યોગકારોની નારાજગી દેખાઈ આવી હતી. તેમની સમસ્યાઓ, ચિંતાઓ દૂર કરવામાં આવી છે કે કેમ તે સવાલના જવાબમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે અમારી એમએસઅમઈની નીતિઓ તેમને બીઝનેસ સ્થાપવા માટે સસરળ બનાવાઈ છે. રાજયમાં એમએએમઈ સેકટરમા 32 લાખ ઉત્પાદન એકમો છે.
એક એકમ જો 20 જણાને રોજગારી આપે તો ઘણી સંખ્યામાં રોજગારી ઉભી થાય એ સમજી અમે બિઝનેસ સ્થાપવા ઠેકઠેકાણે ધકકા ન ખાઈ પરવાનગી ન મેળવવી પડે એવી નીતિ બનાવી છે. ઉદ્યોગકારો ઉદ્યોગ સ્થાપી 3 વર્ષમાં જરૂરી પરવાનગી મેળવી શકે છે. અમે પેહલે પ્રોડકશન, ફીર પરમીશનની નીતિ અપનાવાઈ છે. લોન મેળવવાનું પણ તેમના માટે સરળ બનાવાયું છે.
ખેડુતો માટે સીંચાઈ ચિંતાનો મુખ્ય વિષય હતો. અમે એ માટે ડિસેલાઈનેશનની પ્રક્રિયા શરુ કરી છે, અને આવા આઠ પ્લાન્ટ બે વર્ષમાં કાર્યરત થઈ જશે.
અમે ખેતપેદાશ માટે ટેકાના લઘુતમ ભાવ આપી રહ્યા છે. ખેડુતોની આવક બમણી કરવા કામ ચાલી રહ્યું છે. નર્મદાનું પાણી 600 કીમી દૂર લઈ જવાયું છે. વીજળી પણ પ્રાપ્ય છે.
રાજયમાં આવકોમાં કુપોષણ વિષે રૂપાણીએ જણાવ્યું હતું કે રાજયમાં 1 લાખ બાળકો કુપોષિત છે. આ માટે અમે અભિયાન છેડયું છે, અને એ હેઠળ મારા સહિત એક લાખ લોકો એક વર્ષ સુધી આ બાળકોની દરકાર રાખીશું. અમે એએએ-આશાવર્કર, આંગણવાડી વર્કર અને એએનએન વર્કરનું ત્રિશુલ તૈયાર કર્યું છે. કુપોષણની ટ્રેન્ડ ઉલ્ટી કરવા આ વર્કરોને પ્રોત્સાહન આપવામાં આવશે.
પાટીદાર આંદોલન અંગે તેમણે જણાવ્યું હતું કે એ પૂરું થઈ ચૂકયું છે. એના મોટાભાગના નેતાઓ ખુલ્લા પડી ગયા છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયો છે અને પક્ષની યોજના ખુલ્લી પડી છે. વર્ષાંતે યોજાનારી સ્થાનિક ચૂંટણીઓમાં સારી સંખ્યામાં બેઠકો જીતીશું.એ માટે વાતાવરણ સારું છે.
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે સીએએ સાથેના આંદોલનને ગુજરાતમાં કોઈ પ્રતિભાવ નથી. લોકો સીએએને ટેકો આપે છે. એનપીઆર બાબતેચિંતાઓ નિરાધાર છે અને પેરન્ટસના જન્મની તારીખ અથવા સ્થળનો રેકોર્ડ માંગી રહ્યા નથી. કેન્દ્ર જે નકકી કરે તેને રાજય ટેકો આપી એનો અમલ કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર