Bhavnagar news- એક સાથે 10 અર્થી ઉઠતા ગામ હીબકે ચડ્યું

Webdunia
ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (14:06 IST)
bhavnagar accident

ભાવનગરના તળાજાના દિહોર ગામથી 57 યાત્રાળુને ભરીને ચાર દિવસ પહેલાં કાર્તિક ટૂર એન્ડ ટ્રાવેલ્સની બસ મથુરાની યાત્રા માટે નીકળી હતી. બાર દિવસના પ્રવાસે નીકળેલી બસના પ્રવાસના ચોથા દિવસે સવારે બસને અકસ્માત નડ્યો હતો. રાજસ્થાન નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બનતાં 12 લોકોનાં મોત થયાં છે, જેમાં 10 મૃતક તો એક જ ગામના છે.

આજે એમ્બ્યુલન્સ મારફત મૃતદેહોને વતનમાં લાવવામાં આવ્યા છે. દિહોરમાં એકસાથે 10 અર્થી ઊઠતાં આખું ગામ હીબકે ચડ્યું હતું. અંતિમયાત્રામાં 10 હજારથી વધુ લોકો એકત્રિત થયા હતાં .રાજસ્થાનમાં અકસ્માત થયો તેમાં 12 લોકોના મોત થયા હતાં. જેમાં 10 લોકો એકજ ગામના હતાં. આજે મૃતકોના મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફતે વતનમાં સરકારી શાળામાં લાવવામાં આવ્યાં હતાં. જેમાં ભાવનગર શહેરની એક મહિલા અને દિહોર ગામના 10 યાત્રિકો હતાં. આજે આ તમામની અંતિમ વિધી કરવામાં આવી છે. હાલ સમગ્ર દિહોર ગામ હિબકે ચડ્યું છે અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ તમામ મૃતક યાત્રિકોને શ્રદ્ધાંજલિ પાઠવવા હજારો લોકો ભેગા થયા હતાં. શ્રદ્ધાંજલિ બાદ તમામની અંતિમ યાત્રા એક સાથે નીકળી હતી.ગુજરાતથી મથુરા જતી વખતે રાજસ્થાનના ભરતપુરથી એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધીના સમાચાર મુજબ મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા જઈ રહી હતી. તે ભરતપુરમાં એક ભયાનક અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો જેમાં ઓછામાં ઓછા 12  લોકોએ જીવ ગુમાવ્યો હતો. ભાવનગર જિલ્લામાં વસતા પાલીવાળ સમાજના લોકો મૃતકોની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એક સાથે અગિયાર અર્થીઓ એક જ ગામમાંથી ઉઠતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું.
 
મૃત્યુ પામેલાઓમાં 6 મહિલાઓ અને 5 પુરૂષો હતા. તમામ મૃતકો ગુજરાતના ભાવનગરના રહેવાસી છે. રિપોર્ટ અનુસાર બસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બેઠા હતા. રાજસ્થાનના ભરતપુરમાં બુધવારે આ બસને અકસ્માત નડ્યો હતો. 

 

સંબંધિત સમાચાર

Next Article