Gandhinagar - ગુજરાત સરકાર મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની તૈયારીમાં, 5 લાખ કર્મચારીઓને આઠ ટકાનો લાભ મળી શકે

Webdunia
ગુરુવાર, 18 મે 2023 (18:16 IST)
સુત્રો અનુસાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપવાની સરકારની પ્રક્રિયા આખરી તબક્કામાં છે
 
ગુજરાતના પાંચ લાખ જેટલા કર્મચારીઓને ટુંક સમયમાં સરકાર મોટો લાભ કરાવવા જઈ રહી છે. રાજ્ય સરકાર મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની તૈયારીમાં છે. આ માટેની પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં છે. સરકાર દ્વારા આઠ ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરવામાં આવી શકે છે. સરકાર ગત વર્ષની જેમ ત્રણ હપ્તામાં મોંઘવારી ભથ્થુ ચૂકવે તેવી શક્યતાઓ છે. આ માટેની સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં થઈ શકે છે. 
 
42 ટકા મોંઘવારી ભથ્થુ અપાય તેવી માંગ
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના કર્મચારીઓને જે 34 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે તેમાં ચાર ટકાનો વધારો કરીને અપાય છે. જાન્યુઆરી 2023થી આ 38 ટકામાં હવેથી 4 ટકાનો વધારો કરીને 42 ટકા મોંઘવારી ભથ્થુ અપાય તેવી માંગ છે. હાલ જે કેન્દ્ર સરકાર દ્વારા ભથ્થું આપવામાં આવે છે તેમાં રાજ્યના કર્મચારીઓને 10-10 મહિના સુધી રાહ જોવી પડે છે. ત્યારે રાજ્યના કર્મચારીઓમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી સાથે અસંતોષની લાગણી જોવા મળી છે. રાજ્ય સરકાર સત્વરે કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થું જાહેર કરે તેવી કર્મચારીઓની માંગણી છે.

સંબંધિત સમાચાર

Next Article