ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ચેતવણીઃ કોઈ સલીમ સુરેશ બનીને બેન દિકરીયોને ફંસાવશે તો સાંખી નહીં લેવાય

ગુરુવાર, 18 મે 2023 (15:14 IST)
પ્રેમ કરવો એ ગુનો નથી પરંતુ પ્રેમના નામને બદનામ કરનારાઓને સાખી લેવામાં નહીં આવેઃ હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોરબીના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું
 
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોરબી ખાતે 5 કરોડ 43 લાખથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન એસ.ટી. સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોરબીના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બસ સ્ટેશનના લોકાર્પણ બાદ હર્ષ સંઘવીએ લવ જેહાદ કરનારાઓને ખુલ્લી ચેતવણી આપી હતી. 
 
પોલીસને પણ હર્ષ સંઘવીએ સૂચના આપી
મોરબીમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ મામલે નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. હર્ષ સંઘવીએ મોરબીમાં કહ્યું કે, કોઇ પણ નામ બદલીને કૃત્ય કરશે તો ચલાવી લેવામાં આવશે નહીં. તેમને કહ્યું કે, કોઈપણ સલીમ સુરેશ બનીને બેન દિકરીયોને ફંસાવશે તો તેને સાખી નહીં લેવામાં આવે. આવું કોઈ સુરેશ પણ સલીમ બનીને ના કરે, તેને પણ સાખી લેવામાં નહીં આવે. પ્રેમ કરવો ગુન્હો નથી પરંતુ પ્રેમના નામે કરવામાં કરવામાં આવતા ષડયંત્રને ચલાવી લેવામાં નહીં આવે. આજે મોરબીમાં આવેલા હર્ષ સંઘવીએ પોલીસને પણ કડક સૂચના આપી છે કે, આવી કોઈ ફરિયાદ કે અરજી આવે તો તે જ દિવસે તેની કાર્યવાહી કરવી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર