મોટો નિર્ણય- બળદગાડાની રેસને કાયદેસર, પ્રતિબંધ નથી

ગુરુવાર, 18 મે 2023 (14:57 IST)
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જલ્લીકટ્ટુ, કમ્બાલા અને બળદગાડાની રેસને કાયદેસર 
સુપ્રીમ કોર્ટે જલ્લીકટ્ટુ સંબંધિત કાયદાઓની માન્યતાને યથાવત રાખી છે. 
સુપ્રીમ કોર્ટે જલ્લીકટ્ટુ, કમ્બાલા અને બળદગાડાની રેસ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે. તમિલનાડુમાં જલ્લીકટ્ટુ, કર્ણાટકમાં કમ્બાલા અને મહારાષ્ટ્રમાં બળદગાડાની રેસ યોજાય છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે તમિલનાડુ સરકારે જલ્લીકટ્ટુને સંસ્કૃતિનો હિસ્સો જાહેર કર્યો છે ત્યારે અમે તેના પર અલગ અભિપ્રાય આપી શકીએ નહીં, નિર્ણય લેવા માટે વિધાનસભા યોગ્ય સ્થાન છે. 

 
જલ્લીકટ્ટુ શું છે?
તમિલનાડુમાં, બળદની પૂજા પછી પોંગલના ત્રીજા દિવસે જલ્લીકટ્ટુનું આયોજન કરવામાં આવે છે. આમાં, એક બળદને ભીડમાં છોડવામાં આવે છે અને ખેલાડીઓ તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે છે.
તે એરુ થઝુવુથલ અને મનાકુવિરટ્ટુ તરીકે પણ ઓળખાય છે. જે ખેલાડી 15 મીટરની અંદર બળદને નિયંત્રિત કરે છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.આ રમત લગભગ 2,500 વર્ષ જૂની હોવાનું કહેવાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર