કોરોના સંક્રમણ સામે લડવા અને સુરતવાસીઓને સુરક્ષિત કરવાં સુરત મહાનગરપાલિકાએ ઓન-સાઈટ વેક્સીનેશનની આવકારદાયક પહેલ કરી છે. શહેરની કોઈ પણ સોસાયટી, સંસ્થા કે સમાજના ૪૫ વર્ષથી વધુની ઉંમર ધરાવતાં ૧૦૦ વ્યક્તિઓનું ગ્રુપ સામૂહિક રસી મૂકાવવા તૈયાર હોય તો પાલિકાની ટીમ તેમના ઘરઆંગણે રસી મૂકવા આવશે. આ માટે મનપા તંત્રએ ઝોન વાઈઝ હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા છે. જેતે ઝોનમાં આવતી સોસાયટીઓના રહેવાસીઓ કોલ કરીને સામૂહિક રસીકરણ કરાવી શકે છે.
આ પહેલ હેઠળ વેસ્ટ ઝોન(રાંદેર) વિસ્તારના અડાજણ, અડાજણ પાટીયા, પાલનપુર પાટીયા, રાંદેર, રાંદેર ગામતળ, ગોરાટ, રામનગર,જહાંગીરપુરા, પાલ, વરિયાવ, તાડવાડી માટે હેલ્પ લાઈન નં. ૯૭૨૪૩ ૪૬૦૨૫ ઉપર કોલ કરવો.