સોમનાથ ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે અધિક કલેકટર યોગેન્દ્ર દેસાઈની નિમણૂંક

Webdunia
શુક્રવાર, 18 માર્ચ 2022 (21:21 IST)
સોમનાથ ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે અધિક કલેકટર યોગેન્દ્ર દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે, યોગેન્દ્ર દેસાઈ CMOમાં ફરજ બજાવતાં હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર યોગેન્દ્ર દેસાઈ સોમનાથ મંદિરના દર્શન બાદ સેક્રેટરીનો ચાર્જ લેશે. મહત્વનું છે કે, પી.કે.લહેરી પાસે સેક્રેટરી તથા ટ્રસ્ટીના પદનો કાર્યભાર હતો. હવે પી.કે.લહેરી ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે જ કાર્યરત રહેશે.
 
તાજેતરમાં PMની અધ્યક્ષતામા મળેલી આ બેઠકમાં સેક્રેટરી પદ માટે નિર્ણય લેવાયો હતો
 
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં PM મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યાં હતાં. તે દરમિયાન PM મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી. જેમાં ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. તેમજ સોમનાથ મંદિરના શિખરને સોનાથી મઢવાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.આ બેઠકમાં આ સોમાનથ યાત્રાધામના પૂજારીઓના દસ્તાવેજોનું ડિજીટલાઇઝેશન કરવાનો અને યાત્રાળુઓ માટે રહેવા અને ભોજનની સારી વ્યવસ્થા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ PMની અધ્યક્ષતામા મળેલી આ બેઠકમાં સેક્રેટરી પદ માટે નિર્ણય લેવાયો હતો
 

સંબંધિત સમાચાર

Next Article