રાજ્યમાં દિવસો દિવસ મહિલાઓ અને બાળકીઓ પર વધતા જતા અત્યાચારોને કારણે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા પર એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. આજે ધુળેટીના તહેવારને દિવસે રાજ્યમાં વધુ એક શરમજનક ઘટના બની છે હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન અરવલ્લીમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી. માલપુર તાલુકાના ભેમપોડા ગામે 21 વર્ષીય શખ્સે ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ઘર આગળ સુતેલી બાળકીને નરાધમ ઉપાડીને ખેતરમાં લઇ ગયો હતો.
સૂતેલી બાળકીને ઉઠાવી નરાધમે આચર્યું દુષ્કર્મ
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અરવલ્લી જિલ્લાના ભેમપોડા ગામે 21 વર્ષના યુવકે ઘર પાસે સૂઈ રહેલી 4 વર્ષીય બાળકી ઉઠાવી જઈને બાળકી જઘન્ય કૃત્ય કર્યું હતું. આ ઘટના બાદ અરવલ્લી જિલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
ઘટના બાદ ગામમાં તંગદિલી ભર્યો માહોલ
બીજી તરફ ઘર આગળ સુતી બાળકીને નરાધમ ઉઠાવી ગયા બાદમાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે ઘટના બાદ સમગ્ર ગામમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો.હાલ તો અરવલ્લી જિલ્લા LCB પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી લીધો કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છે.