ગુજરાતમાં વધુ એક દુષ્કર્મીને 'ફાંસી' - 7 વર્ષની દીકરીને લાલચ આપી કર્યું હતું જઘન્ય કૃત્ય

ગુરુવાર, 17 માર્ચ 2022 (18:02 IST)
ગુજરાતમાં દુષ્કર્મ કેસમાં વધુ એક નરાધમને સજા-એ-મોત એટલે કે ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 7 વર્ષની દીકરી સાથે આચરેલા દુષ્કર્મ કેસમાં નડિયાદ કોર્ટે પોક્સો કેસના આરોપીને ફાંસીની સજાનું એલાન કર્યું છે. આરોપીએ કઠલાલના લસુન્દ્રા ગામની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટેઆરોપીને પીડિતાને 2 લાખનું વળતર ચુકવવા તેમજ સરકારને ને રૂ.7.5 લાખ વળતર પેટે ચુકવી આપવાનો પણ આદેશ કર્યો છે.
 
દીકરીના માંતા પિતા મજૂરી કામે ગયા હતા ત્યારે ઘટી હતી. આરોપીએ આંબલીઓ આપું એમ કહી દીકરીને લાલચ આપી ભોગ બનનાર પીડિત દીકરીને તેના ઘરના છાપરામાં લઈ ગયો હતો. ત્યાં તે નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મ એટલું જઘન્ય હતું કે ભોગ બનનાર દીકરીના કપડાં લોહી લુહાણ થઈ ગયા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર