બે દાયકા સુધી ગુજરાતમાં ધારાસભ્યપદે રહી ચૂકેલા અમિત શાહ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા બાદ આજે ધારાસભ્ય તરીકે રાજીનામું આપે તે પહેલાં વિધાનસભાની બેઠકમાં તેમણે છેલ્લા દિવસનું પ્રવચન કર્યું હતું. જેમાં ગુજરાતના 1995થી ભાજપની સરકારે કરેલાં કામો અને ભાજપની પ્રજા સાથેની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો. ખાસ કરીને નર્મદા યોજના નરેન્દ્ર મોદીના સાશનમાં પૂરી થઇ હોવાનો દાવો કરી કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપો કરતાં એવી ચિમકી પણ ઉચ્ચારી હતી કે, આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ખબર પડી જશે.
નર્મદાના કામમાં વિજયભાઈ જરાપણ વિલંબ વિના દરવાજા બંધ કરવા ગયા. આ બહુ ઉપયોગી યોજના છે. ગુજરાતનું 18 લાખ હેક્ટર પર આ પાણી યીજનાથી અપાય છે. ગુજરાતમાં વિજયભાઈ અને નીતિનભાઇની સરકારમાં આ યોજના પુરી થઈ. જેમાં નરેન્દ્ર ભાઈનું સતત માર્ગદર્શન રહ્યું છે. ગુજરાતનો વિકાસ અને નર્મદા યોજના એ એક જીવાદોરી છે. અમે સત્તામાં ન હતાં ત્યારે આમરા કાર્યકરોએ આંદોલન કરી લાઠીઓ ખાધી છે. હોય એટલી ભડાસ કાઢી લો. આ યોજના રોકવાની તાકાત કોઈની નથી. કોંગ્રેસને ડીસેમ્બર 2017માં ખબર પડી જશે. સરકારની વ્યવસ્થા સુધારવા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા હતા. ગુજરાતને ગામડું તૂટતું નરેન્દ્રભાઈએ અટકાવ્યું છે. આનો યસ નરેન્દ્ર મોદીને જ જાય છે. કર્મચારીઓને કર્મયોગીનું બિરુદ આપી ગુજરાતનો વિકાસ સિદ્ધ કર્યો.