Reel બનાવવાના ચક્કરમાં નહેરમાં ખાબકી સ્કોર્પિયો, કારમાં સવાર ત્રણ યુવકોમાંથી બે ના મૃતદેહ મળ્યા એકની શોધ ચાલુ

Webdunia
ગુરુવાર, 6 માર્ચ 2025 (11:49 IST)
અમદાવાદના ફતેહવાડી કેનાલમાં રીલ્સના ચક્કરમાં 3 યુવકો કેનાલમાં ડૂબ્યા હતા. 4 યુવકો સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા આવ્યા હતા. ત્યારે કેનાલ રોડ પર રિલ્સ બનાવતા સમયે કાર કેનાલમાં ખાબકી હતી. સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરતા શોધખોળ હાથ ધરી હતી. જેમાંથી ફતેહવાડીમાં મેટ્રો યાર્ડ પાસે કેનાલમાંથી યક્ષ પંખોડીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પાસેના વિસ્તારમાંથી યશ નામના કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે.

<

Tragic Loss in Ahmedabad: Three young men lost their lives after their Scorpio plunged into the Fatewadi Canal near Vasna Barrage while taking reels. Rescue teams recovered all three bodies. Heartbreaking incident! pic.twitter.com/3nRP1qFWZC

— Our Ahmedabad (@Ourahmedabad1) March 6, 2025 >
 
સ્કોર્પિયો જેવી જ કેનાલમાં ખાબકી ત્યારબાદ ત્યા હાજર બીજા મિત્રોએ દોરડુ નાખીને ત્રણેય યુવકોને બચાવવાની કોશિશ કરી પણ તેઓ અસફળ રહ્યા.  જ્યારબાદ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળ પર ભેગા થઈ ગયા. 
જ્યારબાદ આસપાસના સ્થાનીક લોકો ઘટના સ્થળ પર ભેગા થયા. નહેરમાં સ્કોર્પિયો કાર ખાબકવાની અને ત્રણ કિશોરોના ડૂબવાની માહિતી ફાયર બ્રિગેડ અને પોલીસને આપવામાં આવી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયુ હતુ.  
 
અમદાવાદના કે એચ ડીવિજન ટ્રૈફિક પોલીસ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ સાંજે 4.30 વાગ્યાની આસપાસ જીજે 01 ડબલ્યુ 3214 નંબરની સ્કોર્પિયો કાર 4 કલાક માટે 3500 રૂપિયા ચુકવીને રીલ બનાવવા માટે હ્રદય, ધ્રુવ અને ઋતાયુએ ભાડેથી લીધી હતી. સ્કોપ્રિયો ગાડી લઈને જ્યારે ત્રણેય વાસના બૈરેજ પહોચ્યા ત્યારે ત્યા પહેલાથી જ તેમના 4 મિત્રો વિરાજસિંહ, યક્ષ, યશ અને ક્રિશ ત્યા હાજર હતા. 
 

સંબંધિત સમાચાર

Next Article