જાણીતા અભિનેતા મુકુલ દેવનુ નિધન, 54 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

શનિવાર, 24 મે 2025 (12:35 IST)
જાણેતા અભિનેતા મુકુલ દેવ હવે આપણી વચ્ચે નથી રહ્યા. અભિનેતાનુ 23 મે ના રોજ 54 વર્ષની વયે નિધન થઈ ગયુ. છેલ્લા કેટલાક દિવસથી મુકલ દેવની તબિયત ખરાબ ચાલી રહી હતી. જેને કારણે તે આઈસીયુમાં હતા. મુકુલ દેવના નિધનના સમાચાર સામે આવતાજ સિનેમા અને ઈડસ્ટ્રીમાં શોક છવાય  ગઅયો છે. એક એક કરીને સ્ટાર્સ સોશિયલ મીડિયા દ્વારા અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.   
 
દીપશિખા નાગપાલ થઈ ભાવુક 
ટીવી અભિનેત્રી દીપશિખા નાગપાલે સોશિયલ મીડિયા દ્વારા મુકુલ દેવના નિધન પર શોક વ્યક્ત કર્યો. અભિનેત્રીએ પોતાના ઈસ્ટાગ્રામ સ્ટોરી પર દિવંગત અભિનેતા સાથે એક તસ્વીર શેયર કરી અને અભિનેતાના નિધન પર દુ:ખ અને હેરાની જાહેર કરી.  તેમણે ફોટો શેર કરતા લખ્યુ - વિશ્વાસ નથી આવી રહ્યો કે મુકુલ... ભગવાન તમારી આત્માને શાંતિ આપો.  
 
વિદુ દારા સિંહે આપી શ્રદ્ધાંજલિ 
સન ઑફ સરદાર માં મુકુલ દેવ સાથે કામ કરી ચુકેલા વિંદુ દ્વારા સિંહે પણ તેમના નિધનની ચોખવટ કરી છે. અભિનેતાએ થોડા કલાક પહેલા જ મુકુલ સાથેનો વીડિયો શેર કર્યો હતો. જેમા તેમણે સન ઓફ સરદારમાં તેમની સાથે કામ કરવાનો પોતાનો એક્સપીરિયંસ શેયર કર્યો હતો. હવે આ વીડિયો તેમણે પોતાના ઈસ્ટાગ્રામ પર રી-પોસ્ટ કરતા વિદુ દારા સિંહે લખ્યુ - ભગવાન તમારી આત્માને શાંતિ આપે મુકુલ.   

 
મુકુલ દેવનુ એક્ટિંગ કરિયર 
 
ઉલ્લેખનીય છે કે મુકુલ દેવે 1996 માં અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. તેમણે ટીવી સીરિયલ 'મુમકીન' માં વિજય પાંડેની ભૂમિકા ભજવીને પોતાની અભિનય યાત્રા શરૂ કરી હતી. આ પછી તે દૂરદર્શનના કોમેડી શો 'એક સે બધકર એક'માં પણ જોવા મળ્યો હતો. આ સિવાય તેણે કહાની ઘર ઘર કી, કહીં દિયા જલે કહીં જિયા જેવા શોમાં પણ કામ કર્યું હતું. તેમના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, તેમણે 'દસ્તક' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. તેમની કારકિર્દીમાં, તેઓ 'આર રાજકુમાર', 'સન ઓફ સરદાર', 'વજુદ', 'ભાગ જોની', 'જય હો' અને 'ક્રિએચર 3D' જેવી ફિલ્મોમાં પણ કામ કરતા જોવા મળ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર